વ્રત-ઉપવાસ: ઉપવાસ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, હેલ્ધી ઉપવાસ કરો…

નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને પવિત્ર નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરવાના હશે. દેવી ભક્ત નવરાત્રીમાં વ્રત–ઉપવાસ કરે છે, કન્યાઓને ભોજન કરાવે છે. કળશ સ્થાપિત કરે છે.તમે ઉપવાસ રાખવાના ઘણા ફાયદાઓ વિશે જાણ્યું હશે, પરંતુ સતત ઉપવાસ રાખવાના કારણે દીર્ઘકાલિક કેટલાક નુકશાન પણ થઇ શકે છે.

 

ઘણા લોકોના શરીરનો પ્રકાર એવો હોય છે કે તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકતા નથી. જેના કારણે સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ શકે છે. તેથી, ઉપવાસ કરતા પહેલા શરીરના પ્રકારને સમજવું, પાચક સિસ્ટમ્સ કેવી છે, એસિડનું સ્તર શું છે, આવી સામાન્ય બાબતોની સંભાળ રાખીને ઉપવાસના દિવસોમાં પણ પોતાને શકિતશાળી બનાવી શકાય છે.

 

જો લાંબા સમય સુધી વ્રત રાખવામાં આવે તો સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. ઉપવાસ શારીરિક કાર્યમાં અવરોધ પેદા કરી શકે છે. ખોરાકથી દૂર રહેવું એ લોકો માટે પણ નુકશાન કારક છે જે લોકો પહેલાથી જ કુપોષણનો શિકાર છે.

 

ઉપવાસના પણ ઘણા પ્રકાર છે. સુક્કો ઉપવાસ, તે વિશેષ રૂપે ખતરનાક છે. શુષ્ક ઉપવાસગરમી, શારીરિક કામ જેવા કારક થોડા જ કલાકમાં શુષ્ક ઉપવાસને ઘાતક બનાવી શકે છે.


ઉપવાસ કરવાના નુકસાન:

વજનમાં વધારો થવો
વ્રત દરમિયાન ઘણા લોકો કલાકો સુધી ખાલી પેટ રહે છે. ત્યારબાદ તેમને ખુબ જ ભૂખ લાગે છે અને એટલા માટે ના ઇચ્છવા છતાં પણ તે ઓવર ડાયટિંગ કરે છે. જેના કારણે અંતઃસ્રાવી ગ્રંથિઓથી ઈન્સુલિનનું વધારે માત્રામાં સક્રિય થાય છે. જેનાથી શરીરમાં ખુબ જ વધારે કૈલોરી અબ્જોર્બ થવા લાગે છે.

 

કમજોરી અથવા ચક્કર આવવા
લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી કમજોરી અને ચક્કર આવી શકે છે. તમારા સ્વાસ્થ્યની સ્થતિનું તેમાં મહત્વનું યોગદાન છે. જો તમે કોઈપણ રીતે બીમાર છો, તો તમારા માટે ઉપવાસ સુખદાયી નથી. તેનાથી તમને કમજોરી અથવા ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને જો તમે હેલ્દી ઉપવસ ના કરો તો તમને આ સમસ્યા થઇ શકે છે.

 

ચીડ ચીડિયાપણું:
લાંબા સમય સુધી ઉપવાસ રાખવાના કારણે તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. જો તમે સતત 9 દિવસ સુધી અનહેલ્દી ઉપવાસ કરો છો તો તમારો સ્વભાવ ચીડ ચીડિયો બની શકે છે. સ્વભાવમાં બદલાવ અથવા ચીડ ચીડિયાપણું થવું ઉપવાસમાં ત્યારે સામાન્ય થઇ શકે છે જયારે તમને ઉપવાસની આદત ના હોય. આ એવી સીઝન છે જયારે લોકો ટૂંકા અંતરાલમાં વધારે ઉપવાસ કરતા હોય.

 

ઉપવાસથી થતા નુકશાનથી બચવા માટે
ઉપવાસ વાળા દિવસે જ હલકું ભોજન લેવું. ઉપવાસ પછી એક જ વખતમાં ભારે ભોજન લેવાથી પાચન તંત્રને નુકશાન થઇ શકે છે.વ્રત દરમિયાન વધારે પડતી શારીરિક મહેનત કરવાથી બચવું જોઈએ. તેનાથી તમારી કૈલોરી જલ્દી ખર્ચ થાય છે અને ભૂખ પણ ઝડપથી લાગે છે.

 

જો તમે ઉપવાસ વાળા દિવસે સ્ટ્રેસમાં રહો છો તો તમારું બ્લડ પ્રેશર ગડબડ કરી શકે છે. એવામાં ઉપવાસ વાળા દિવસે મનને શાંત રાખો.વ્રત વાળા દિવસે ઓઈલી ફૂડનું સેવન ના કરવું જોઈએ. ઉપવાસનો સારો ફાયદો ફળાહારમાં જ છે. હેલ્દી વસ્તુઓનું સેવન કરીને એનર્જી લેવી.ઉપવાસના દિવસે ખાસ જલ્દી પાચન થઇ જાય એ પ્રકારની વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

 

હેલ્ધી ઉપવાસ
ઉપવાસમાં તમારે ફળોની સાથે સાથે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે વ્રત દરમિયાન ખાવામાં આવે છે. તમારે ક્યારેય પણ આખો દિવસ ભૂખ્યું ના રહેવું જોઈએ.જો તમે ઉપવાસ દરમિયાન ફળાહાર નથી કરવા માંગતા તો તમે ફળોનું જ્યુસ પણ લઇ શકો છો.

 

જો તમે ફળ અને જ્યૂસનું પણ સેવન નથી કરવા માંગતા તો આંશિક ઉપવાસમાં 2-3 કલાકમાં એક ગ્લાસ પાણીમાં લીંબુ અને એક ચમચી મધ નાખીને તેનું સેવન કરી શકો છો.ઉપવાસ વાળા દિવસે વધારેમાં વધારે પાણી પીવું. કારણે કે તેનાથી તમારું શરીર હાઈડ્રેટ રાખી શકાશે.

 

ઉપવાસમાં તમે સાબુદાણાની ખીચડીની જગ્યાએ મોરૈયો, સિંઘોડાનો લોટ અથવા રાજગરાની બનેલી વસ્તુઓએ કે પછી બટાકા અથવા શક્કરિયાથી બનેલા વ્યંજનો હેલ્દી ઉપવાસમાં લઈ શકો છો.

 

જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો આ દરમિયાન ફક્ત ફળ ઉપર જ નિર્ભર છો તો તમે દર 3 કલાકમાં એક ફળ ખાઈ શકો છો. એવા ફળોનું સેવન કરવું જે તમારા પેટને મોડા સુધી ભરેલું રાખે.

Leave a Comment