યુક્રેન આર્મીઃ યુક્રેનની સૌથી સુંદર મહિલા અને ભૂતપૂર્વ મિસ ગ્રાન્ડ એ ઉપાડી બંદૂક, અને કહ્યું કે જે પણ સરહદ પર દેખાશે તેને ગોળી મારી ને ઉડાડી દેવાશે

યુક્રેનની સૌથી સુંદર મહિલા અને ભૂતપૂર્વ મિસ ગ્રાન્ડ યુક્રેને “ફાઇટર બૂટ” માટે તેની “હાઈ હીલ્સ” છોડી દીધી છે. મહિલા રશિયન હુમલા સામે પોતાના દેશની રક્ષા કરવા માટે યુક્રેનની સેનામાં જોડાઈ છે.

અનાસ્તાસિયા લેના 2015 મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનની પ્રતિનિધિ હતી. લીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે તેણે પોતાના ઘરની સુરક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે.

શનિવારના રોજ સશસ્ત્ર સૈનિકો સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કરતા લેનાએ લખ્યું, ‘જે કોઈ પણ કબજાના ઈરાદા સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે.’

એક પોસ્ટમાં, તેણે મજાકમાં કહ્યું, “આપણી સેના જે રીતે લડી રહી છે, નાટોએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ.” લીનાના ઈન્સ્ટાગ્રામ પર 75,000 ફોલોઅર્સ છે.

તેણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીનો સૈનિકો સાથે ચાલતો ફોટો પણ શેર કર્યો અને તેમને “સાચા અને મજબૂત નેતા” તરીકે વર્ણવ્યા.

ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી, મોડેલે Instagram પર ઘણી સ્ટોરી શેર કરી છે જેમાં તેણીએ યુક્રેનિયન સશસ્ત્ર દળો માટે સમર્થન અને નાણાકીય સહાયની માંગ કરી હતી. તેની તસવીરોમાં, લેના એરસોફ્ટ ગન સાથે લશ્કરી ડ્રેસમાં જોવા મળે છે.

તેણીની પ્રોફાઇલ મુજબ, તેણીએ અગાઉ તુર્કીમાં એક મોડેલ અને પબ્લિક રિલેશન મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમનું અત્યાર સુધીનું જીવન યુદ્ધની હિંસાથી દૂર પસાર થયું છે. લેના પાંચ ભાષાઓ બોલી શકે છે અને તેણે અનુવાદક તરીકે પણ કામ કર્યું છે.

Leave a Comment