પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાને હાર્ટ એટેક આવતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર બાદ તેમને કોરોનાને હરાવ્યો.u…

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની તબીયત લથડવાના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાને હાર્ટ એટેક આવતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા . થોડા સમય પહેલા તેઓ કોરોના સંક્રમિત પણ થયા હતા. જે બાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર બાદ તેમને કોરોનાને હરાવ્યો હતો.

 

આઇ.કે.જાડેજાની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે તેવું ડોક્ટરોએ જણાવ્યું હતું.

 

આઈ કે જાડેજાએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તમામ કાર્યક્રમોમાં સફળ કામગીરી બજાવી હતી, કમલમ ખાતે ધારાસભ્યો અને તેઓ મંત્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો અને ત્યારબાદ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તેમની તબિયત લથડતા પરિવાર ટેન્શનમાં છે.

Leave a Comment