ટોલટેકસ ભરવાની મનાઈ કરી રહેલા જજ નો વિડીયો થઇ રહ્યો છે વાયરલ, મેનેજર એ ભણાવ્યો પાઠ, જુઓ 

નિયમ અને કાનૂન દરેક લોકો માટે સમાન હોય છે, ભલે પછી તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ ઊંચા પદ પર કામ કરનાર વ્યક્તિ હોય. ઉદાહરણ તરીકે ટોલ ટેક્સ ને જ લઇ લ્યો, આ ટોલ ટેક્સ ની આગળ થી જે પણ પસાર થાય છે તેને પોતાની ગાડીની અનુસાર નક્કી કરેલી રકમ આપવી જ પડે છે.

પરંતુ કેટલાક લોકો એવા છે જે પોતાના ઊંચા પદનો રૂતબો દેખાડીને ટોલ ટેક્સ ની ચોરી કરે છે. તે પૈસા આપવા ને પોતાની શાન અને રૂતબા ની વિરુદ્ધ સમજે છે. હવે આવું જ કંઈક જિલ્લા ન્યાયાલય ના એક જજ કથિત રૂપથી કરી રહ્યા હતા, તે ટોલ ટેક્સ ને પૈસા આપવા બિલકુલ પણ તૈયાર ન હતા.

પરંતુ ટોલ મેનેજરે તેને ફરીથી નિયમોના એવા પાઠ ભણાવ્યા કે તેને મજબૂરીમાં ટોલ ટેક્સના 80 રૂપિયા આપવા પડ્યા. હવે આ પૂરી ઘટના ત્યાં લાગેલા એક સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાઇરલ થઇ ગયો છે કે તેને અત્યાર સુધી 4 લાખ 37 હજારથી પણ વધારે લોકોએ જોઈ લીધો છે.

આ વીડિયોને ભારત પુનરુત્થાન નામના આ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડિયો શેર કરવા વાળા નો દાવો છે કે વીડિયોમાં જોવા મળતી કારમાં જિલ્લા ન્યાયાલય ના જજ બેઠેલા છે. તેઓ એક જજ હોવાના કારણે ટોલ ટેક્સ આપવાની મનાઇ કરી રહ્યા છે. તેમજ ટોલ કર્મી તેની પાસેથી ટેક્સ ની માંગ કરી રહ્યા છે.

આ દરમિયાન બોલચાલ વધતી જઈ રહી છે, ત્યારબાદ મેનેજર આવે છે અને જજને નિયમો નો પાઠ ભણાવે છે. તેઓ જણાવે છે કે માત્ર ઉચ્ચ ન્યાયાલયના જજને ટોલ ટેક્સ ન આપવાની છુટ છે. તમે જિલ્લા ન્યાયાલયના જજ છો, એટલા માટે તમારે ટોલ ટેક્સ આપવો જ પડશે.

ટોલ ટેક્સ ને લઈને જજ અને ટોલ મેનેજર ની વચ્ચે બોલચાલ ને ચોખ્ખી રીતે સાંભળી શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 2:20 મિનિટ ના આ વિડીયો ને વર્ષ 2020 નો હોય તેવું બતાવવામાં આવી રહ્યો છે.

ટોલ મેનેજરના આ બોલચાલ મા જીદ જોવા મળે છે, તે જજને એવો પાઠ ભણાવે છે કે તેને હારીને પાકીટ માંથી ૮૦ રૂપિયા ટોલ ટેક્સ ના આપવા પડે છે. આ વિડીયો ક્યાંનો છે તે વિશે ફિલહાલ કોઈને જાણકારી નથી.

Leave a Comment