ઠંડી ઋતુમાં તમારા શરીર અને સ્વાસ્થ્યને રાખો હિટ ફિટ, આટલી વસ્તુ જરૂર થી કરજો…

શિયાળા આવતાની સાથે જ આપણે બધા સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગીએ છીએ અને ઘણા લોકો તેના શરીરની ધ્યાન પણ નથી રાખતા. તેવા લોકો હવે જાગૃત થઇ જજો કારણકે આ ઠંડીની સિઝનમાં કોરોના વાયરસનો ખતરો વધારે થવાનો છે. તેને નજર અંદાજ કરશો તો તમારા માટે વધારે ખતરનાક સાબિત થઇ શકે છે.

શરીરની પ્રવૃત્તિ ઠંડીની સિઝનમાં તેની રીતે ઓછી થઇ જાય છે. શિયાળામાં ફિટ રહેવા માટે જોગીંગ, સવાર સાંજ શેર કરવી કે પછી સાયકલ ચલાવવી એ બધું કરવું જરૂરી નથી. સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આપણે ઘણી આદતોને બદલાવી જોઈએ.

થોડી થોડી વારે ચાલતા રહેવું જોઈએ : શિયાળાની ઠંડીમાં આપણે એકવાર બેસી જઈએ છીએ તો ત્યાંથી ઉભા થવાનું મન નથી થતું. એક જગ્યાએ વધારે સમય બેઠા રહેવું કે સુવું તે આપણા શરીર માટે હાનીકારક છે. તેથી જ આપણે થોડિક વારે ચાલતા રહેવું જોઈએ. શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે આપણે યોગા કસરત કરતા રહેવું જોઈએ. તમારે સવારની દોડ માટે કે ઘરની બહાર જઈને કસરત કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરની અંદર રહીને પણ તંદુરસ્ત રહી શકો છો.

રોજ ગરમ પાણી પીવું જોઈએ : રોજ સવારે એક વાર ગરમ પાણીમાં લીંબુ અને મધ પીતા હોઈએ છીએ. પરંતુ તે જ આપણા શરીર માટે આટલું જ કાફી નથી. તેના માટે આપણે દિવસમાં અનેકવાર ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી ઘણા લાભ થાય છે. તેનાથી આપણા શરીરનું મેટાબોલીઝમ અને પાચન ક્રિયાને સારી બનાવે છે. આવું કરવાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે અને શરીરને ડીટોક્ષ રાખવામાં પણ મદદ કરે છે. ઠંડીની સીઝન માં ગરમ પાણી પીવાથી આપણા શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે.

ધ્યાન ધરાવું જોઈએ : અત્યારના સમયમાં આપણે પ્રદૂષિત વાતાવરણ અને કોરોના બંને નો સાથે સામનો કરી રહ્યા છીએ.તેથી તેનાથી બચવા માટે આપણે રોજ ધ્યાન ધરાવું જોઈએ. તેના માટે આપણે થોડો સમય જરૂરથી કાઢવો. આવું કરવાથી આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ અને મગજની કોઈ બિમારી થતી નથી. તેને શીયાળા શિયાળાની શિવાયની બધી ઋતુમાં કરી શકાય છે.

મધ અને કાળી મિર્ચ : શિયાળામાં ઠંડી લાગવાથી આપણા ગળાને વધારે અસર કરે છે. તેનાથી ગાળાની અનેક સમસ્યાઓ સર્જાય શકે છે. તેનાથી બચવા માટે સવારે હુંફાળા પાણીમાં મધ અને કાળી મિર્ચ નાખીને લેવાથી ગાળાની સમસ્યા દૂર થાય છે. તેનાથી તાવ અને શરદીમાંથી છુટકારો મળે છે.

Leave a Comment