અમદાવાદ શહેરના એક શિક્ષક દ્વારા 16 વર્ષની માસુમ વિદ્યાર્થીની ઉપર 2 વર્ષ સુધી દુષ્કર્મ કર્યો હોવાનું આવ્યું સામે, લગ્નની વાત સામે આવતા વીડિયો વાયરલ કરવાની આપતો ધમકી…

અમદાવાદ શહેરના થલતેજ માં આવેલ એલન નામના ખાનગી ટ્યૂશન શિક્ષકે પોતાની એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું. 2016 થી 2018 સુધી મયંક દીક્ષીત નામના ટ્યુશન ટીચર પોતાની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો.

ત્યારબાદ જ્યારે એ યુવતીને લગ્નની વાત સામે આવતી ત્યારે ટ્યુશન ટીચર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો. એ અંગે યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

યુવતીના લગ્ન ના થાય માટે કરતો હતો બલેકમેઈલ :- અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના શિક્ષકે પોતાની વિદ્યાર્થિનીનું 2016 થી 2018 સુધી શોષણ કર્યું હતું. એ પછી જ્યારે પણ યુવતીને લગ્નની વાત આવતી ત્યારે શિક્ષક યુવતીને ધમકી આપતો હતો.

જે અંગેની ફરિયાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. યુવતીથી સહન ન થતાં તેણે આ વાતની જાણ પોતાના પરિવારને કરી હતી. યુવતીના પરિવારે શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હાલના સમયમાં આરોપી બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે :- પોલીસે ફરિયાદના આધારે આરોપી મયંક દીક્ષિત શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ એલન ક્લાસીસ માં ફરજ બજાવતો હતો. આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ માહિતી હાથ ધરી છે.

Leave a Comment