તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં શોનાં કલાકાર હમેશા ચર્ચામાં જ રહે છે. અને તે ટીઆરપીની રેસમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા તમામ સાસુ વહુ ડ્રામાઝથી આગળ છે.તારક મેહતા શો લગભગ ૧૨ વર્ષથી દરેક દર્શકોના દિલમાં રાજ કરી રહ્યો છે. ટીવી શોના આ કલાકારો આપણા જીવનનો એક ભાગ બની જાય છે.
જો આપણે એક દિવસ શો ન જોઈએ તો તે આપણા મગજમાં અલગ જ વાત અનુભવીએ છીએ. નાના પડદા પર ઘણા એવા શો આવે છે જે દરેક લોકોનું મનોરંજન કરે છે, પરંતુ સૌથી મોટી હિટ કોમેડી શો ની વાત કરવામાં આવે તો જે દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે, અને તે શો છે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”.
આ શો ૨૮ જુલાઈ, ૨૦૦૮ ના રોજ થી શરૂ થયો હતો. અમે તમને જણાવી દઇએ કે આ ટીવી દુનિયાની સૌથી લાંબો ચાલનારો શો બની ગઇ છે અને આ દરેક લોકોને ખૂબ જ ગમે છે. આ સિરિયલમાં દરેક પાત્રની કોમેડી અલગ અલગ સ્ટાઈલમાં જોવા મળે છે, બાપુજી કે દયા ભાભી, જેઠાલાલ આ શોના દરેક પાત્રો ખુબજ સારા છે
આ તમામ પાત્રોમાં આજે અમે તમને એવા પાત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે છે સોનુ, ભીડે માસ્ટરની છોકરી, જેનું રીયલ નામ ઝીલ મહેતા છે. શો માં આવ્યા પછી તે સોનુ તરીકે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં સોનુ નું પાત્ર બધાને ખૂબ જ પસંદ છે અને લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. અત્યારે સોનું ઘણી મોટી થઇ ગઈ છે.
અત્યારે સોનું પહેલા કરતા ઘણી ગ્લેમરસ એટલે કે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે. સોનુ નો જન્મ ૨૮ જૂન ૧૯૯૫ ના રોજ મુંબઇમાં થયો હતો, જ્યારે સોનું તારક મહેતાના શોમાં આવી હતી, ત્યારે તે સમયે તે માત્ર ૧૨ વર્ષની હતી, પરંતુ એમણે થોડા સમય પછી શો છોડી દીધો હતો. કારણ કે તે પછી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી.
આ શોમાં કામ કર્યા બાદ તેને અભ્યાસ માટે વધારે સમય રહેતો ન હતો, એટલા માટે તેણે આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો. આ શો માં ‘સોનુ’ ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. અમે તમને જણાવી દઇએ કે માસ્ટર ભીડે ની છોકરી ‘સોનુ’ નાના પડદા પર ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ છે. અને તે અત્યારે તેની લાઈફ માં વ્યસ્ત છે.