જાણો તારક મહેતા શો ના આ કલાકારોની એક એપિસોડની ફી છે લાખો માં અને ફરે છે મોંઘા માં મોંઘી ગાડી માં..

આધુનિક યુગ માં ટીવી સીરીઅલ ઘણી સારી આવે છે જેથી બધા લોકો તેને જોવાનું પંસદ કરે છે. એમાં પણ પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની વાત કરીએ તો આ શો ખૂબ જ લોકપ્રિય છે. આ શો માં બધા જ  કલાકાર પોતાની આવડત થી  લાંબા સમયથી લોકોને મનોરંજન પૂરું પાડે છે.

‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ શો ઘરે ઘરે ખૂબ જ પ્રખ્યાત છે .તેથી તેનો બધો જ ફાળો સીરીયલના કલાકારો ને જાય છે. ઘણા વર્ષોથી આ સિરિયલએ દર્શકોના દિલમાં સારી એવી જગ્યા બનાવી લીધી છે. આ શો ની અંદર બધા જ  કલાકાર નું પાત્ર ખુબ કોમેડી છે તેથી લોકોને તે પસંદ આવે છે. ટેલીવીઝન નો પ્રખ્યાત શો ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ ને માનવામાં આવે છે.

આ શો ના મુખ્ય કોમેડી કલાકાર દિશા વકાની, દિલીપ જોશી, શૈલેષલોઢા ને મુનમુન દત્તા છે. શરૂઆતથી જ આ કલાકાર શો સાથે જોડાયેલા છે. તેથી દર્શકો હંમેશા પોતાના પ્રિય કલાકારની લાઈફ વિશે જાણવા ઉત્સુક હોય છે.એમાં વધારે તમને એ જાણવાની ઈચ્છા હશે કે એક કલાકાર ની  એક એપિસોડની કેટલી ફી છે. તો ચાલો અમે તમને જણાવીએ કે , તારક મહેતા શો ના કલાકાર એક એપિસોડની ફી કેટલી લે છે. આ શોમાં જેઠાલાલ નું પાત્ર ભજવનારા દિલીપ જોષીને લોકો ખૂબ જ પસંદ કરે છે.

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોના મુખ્ય કલાકાર દિલીપ જોશી ને બીજા કલાકારો ની તુલના માં સૌથી વધુ ફી મળે છે. એવું જાણવા મળ્યું છે કે, દિલીપ જોષી એક એપિસોડ ના ૧.૫ લાખ રૂપિયા ફી લે છે. અને  દયા ભાભી નું પાત્ર ભજવનાર કલાકાર દિશા વાકાણી ને એક એપિસોડ માટે અંદાજે ૧ લાખ રૂપિયા સુધીની ફી મળેછે.

આ કોમેડી શો ની અંદર બબીતા નુ પાત્ર ભજવનાર મુનમુન દત્તા  એક એપિસોડ ના ૩૫ થી ૫૦ હજાર સુધી ફી લે છે. આ શો ના માધ્યમ થી મુનમુન દત્તા દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. લોકો તેને તેના રીયલ નામ ને બદલે બબીતા અય્યર ના નામથી જ ઓળખે છે. લોકોને તેના દ્વારા નિભાવવામાં આવતું પાત્ર ખૂબ જ પસંદ છે.

શૈલેષ લોઢા આ કોમેડી શોમાં તારક મહેતા નું પાત્ર ભજવે છે. તેને દરેક એપિસોડ માટે ૧ લાખ રૂપિયા મળે છે. જબરજસ્ત કોમેડી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માં રાકેશ સાયન્ટિસ અય્યર નું પાત્ર ભજવનાર કલાકાર તનુજ મહાશબ્દે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ થી લૉકો ના દિલ જીતી લીધા છે. તેનું પાત્ર લોકો ખૂબ જ પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, તેને દરેક એપિસોડ માટે લગભગ ૮૦ હજાર રૂપિયા ફી મળે છે. આ કોમેડી શોમાં જેઠાલાલ ના બાપુજી પાત્ર ભજવનાર ટીવી જગતના અભિનેતા અમિત ભટ્ટ એ પોતાના શ્રેષ્ઠ કાર્ય થી લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. તમને જણાવી દઈએ કે, તેને દરેક એપિસોડ માટે ૮૦ હજાર રૂપિયા સુધી સારી એવી ફીસ મળે છે.

 

Leave a Comment