વિશ્વની સાત અજાઈબીમાં એક તાજમહેલ હમણાં એક ચર્ચાનો વિષય બનેલ છે. તેને લઈને ઇલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં એક અરજી કરવામાં આવી હતી. તેમાં તાજમહેલના 22 રૂમો ખોલવા માટે કહેવામાં આવ્યું છે, જેથી ખબર પડે કે બંધ રૂમની અંદર દેવી-દેવતાની મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં.
તાજમહેલને પ્રેમની નિશાની પણ કહેવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે મુગલ બાદશાહ શાહજહાએ પોતાની પત્નીની યાદમાં આ બનવડાવ્યો હતો. તેને આગ્રામાં યમુના નદીને કિનારે સફેદ આરસથી બનાવવા આવ્યો હતો. તાજમહેલ પોતાની સુંદરતાને લીધે જેટલો ચર્ચામાં રહે છે. એટલા જ વિવાદને કારણે પણ તે ચર્ચામાં હોય છે.
તાજમહેલ જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે ત્યાં પહેલા તેજોમય નામનું મહાદેવ મંદિર હતું. એવો દાવો કરવામાં આવે છે કે શાહજહાંએ મંદિર તોડી તેની જગ્યાએ તાજમહેલ બનાવ્યો હતો. તેને લઈને આજે ફરી ચર્ચા છેડાઈ છે. અયોધ્યામાં બીજેપીના મીડિયા પ્રભારી રજનીશ સિંહએ ઇલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં એક અરજી આવી છે. તેમાં માંગ કરવામાં આવી છે કે ASI ને તાજમહેલના 22 રૂમ ખોલવાની પરમીશન આપવામાં આવે, જેનાથી એ ખબર પડી શકે કે ત્યાં હિન્દુ મૂર્તિઓ અને શિલાલેખ છુપાવેલ છે કે નહીં.
રજનીશ સિંહના વકીલ વિક્રમ સિંહના વિચાર છે કે 1600માં ભારત આવેલ લોકોએ પોતાની યાત્રાના વિવરણમાં તાજમહેલવાળી જગ્યાએ માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો હતો. તાજમહેલ 1653માં બનાવવામાં આવ્યો હતો. 1651નો ઓરંગજેબનો એક પત્ર હાથમાં આવ્યો છે જેમઆ તેઓ લખે છે કે અમ્મીના મકબરાને મરમ્મત કરવાની જરૂરત છે, હવે હાઇકોર્ટમાં માંગ કરવામાં આવી છે કે સરકાર ASI અને ઇતિહાસકારીઓની ફેક્ટ કમિટીને બનાવી રિપોર્ટ દાખલ કરે.
તાજમહેલને લઈને વિવાદની શરૂઆત ઇતિહાસકાર પીએન ઓકની એક બુક સ્ટોરી ઓફ તાજથી શરૂ થયો હતો. બુકમાં તાજમહેલને શિવ મંદિર સાથે સંબંધિત ઘણા દાવા કરવામાં આવ્યા હતા. અમુક ઇતિહાસકારોનો એવો પણ દાવો છે કે તાજમહેલમાં મુખ્ય મકબરા અને ચમેલી ફર્શની નીચે 22 રૂમ બનેલ છે, જેને બંધ કરી દેવામાં આવ્યા હતા. ચમેલી ફર્શ પર યમુનાની તરફ બનેલ બેસમેન્ટમાં નીચે જવા માટે બે જગ્યાએ સીડી બનાવેલ છે. લગભગ 45 વર્ષ પહેલા સીડીથી નીચે જવાનો રસ્તો ખુલ્લો હતો.