સુરતની 12 વર્ષની દીકરી મનાલી દિપકભાઈ ધકાણ એ હાલ ચાલી રહેલા યુક્રેન રશિયા યુદ્ધને રોકવા માટે રશિયાના પ્રેસિડેન્ટ પુતિનને પત્ર લખ્યો, વાંચો આ પત્રમાં શું લખ્યું છે?

સુરતની દીકરી મનાલી દિપકભાઈ ધકાણ એ હાલ ચાલી રહેલા યુક્રેન રશિયા યુદ્ધને રોકવા માટે રશિયાના પ્રેસિડેન્ટ પુતિનને પત્ર લખ્યો છે. આ પત્ર પોતાના પિતાની મદદથી પુતિનને તેમના નિવાસ્થાન ઉપર પોસ્ટ કર્યો અને ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ પણ કરી છે

પત્રમાં કેહવામાં આવ્યું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિના પરીવાર અને દેશના નિર્દોષ નાગરિકોનો શું વાંક?. આ યુદ્ધ બાદ કોણ જીતશે ને કોણ હારશે એતો મને નથી ખબર પણ યુદ્ધ દરમિયાન મૃત્યુ તો નિર્દોષ નાગરિકોનો જ થવાનું છે.

તેણીએ આ પત્રમાં લખ્યું છે કે જ્યારથી યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો છે ત્યારથી હું ન્યૂઝ ચેનલોમાં સમાચાર જોઉં છું અને ખુબ જ દુઃખની છું.

મે યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો જોયો, તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ કહે છે કે રશિયન આર્મી પહેલા મને મારશે અને ત્યારબાદ મારા પરિવારને મારશે.

મારૂ એવું કહેવું છે કે તેમના પરીવાર અને નિર્દોષ દેશના નાગરિકોનો શું વાંક? આ યુદ્ધ બાદ કોણ જીતશે ને કોણ હારશે એતો મને નથી ખબર પણ યુદ્ધ દરમિયાન ખોટ તો નિર્દોષ નાગરિકોની જ જવાની છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપની સાથે ફોનમાં વાત કરીને યુદ્ધ રોકવા માટેની અપીલ પણ કરી હશે. પરંતુ કોઈ રાજકીય નેતા હોવાના કારણે એ વધુ વાત નહીં કરી શક્યા હોય, માત્ર ભલામણ જ કરી શક્યા હશે.

પરંતુ હું એક સામાન્ય નાગરિક છું, હું કોઈ પ્રોટોકોલ નથી જાણતી, મને તો ફક્ત મારી જેવા સામાન્ય નાગરિકની ચિંતા છે. બે દેશના આંતરીક પ્રશ્નોને લીધે સામાન્ય નાગરિકનો ભોગ લેવાશે.

તે વાત જ મને ખુબ દુઃખી કરી રહી છે. માટે મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ યુદ્ધનો અંત લાવશો અને ફરીથી શાંતિ લાવશો.

Leave a Comment