સુરતમાં હીરાબાગ વિસ્તારમાં બસમાં લાગેલી આગની તપાસ કરતા જાણવા મળ્યું કારણ, ગોવા હનીમૂન મનાવીને વતન પરત ફરતું આ નવ પરણિત કપલ

સુરતમાં બે દિવસ પેહલા હીરાબાગ સર્કલ પાસે એક લક્ઝરી બસમાં આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે મુસાફરોને જીવ બચાવવાના પણ ફાંફા પડ્યા હતા. આ દરમિયાન એક મુસાફર સળગીને ભડથું થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ સુરતમાં હીરાબાગ સર્કલ પાસે જ બસ ચાલતી હતી એટલામાં જ તેમાં આગ લાગી ગઈ હતી. લક્ઝરી બસ માં આગ લાગી ત્યારે તેમાં અંદર ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. સ્લીપર કોચ બસમાં આગ લાગતાં એક મહિલા અને મૃત્યુ પામી હતી મૂળ ભાવનગરની આ મહિલાના થોડા દિવસો પહેલાં લગ્ન થયા હતા.

પરણિતા મૂળ ભાવનગરની હતી. તે અને તેનો પતિ વિશાલ બંને હનીમૂન કરવા માટે ગોવા ગયા હતા. ત્યારબાદ તેઓ ગોવાથી ફ્લાઈટમાં સુરત આવ્યા હતા અને સુરતથી લક્ઝરી બસમાં બેસીને પુરી ભાવનગર જવાના હતા.

બસમાં આગ લાગી જતાં પરિણીતાનો પતિ વિશાલ એ બારી માં થી કુદી ગયો હતો પરંતુ તે કુદી શકી ન હતી.

બાદ બસમાં હીરા સાફ કરવાનું અને કાચ સાફ કરવા માટેનું લિકવિડ પણ મળી આવ્યો છે. આ લિક્વિડ અત્યંત જ્વલનશીલ હોય છે. આને કારણે વધુ આગ ભભૂકી ઊઠી હોવાનું અનુમાન છે.

તાત્કાલિક આરટીઓ અને એફએસએલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો પરંતુ હજુ કોઈ નિષ્કર્ષ કાઢી શક્યા નથી.

Leave a Comment