સુરતમાં હીરાબાગ સર્કલ પાસે એક લક્ઝરી બસમાં આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે મુસાફરોને જીવ બચાવવાના પણ ફાંફા પડ્યા હતા. આ દરમિયાન એક મુસાફર સળગીને ભડથું થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ બસમાંથી રેસક્યું ની કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં હીરાબાગ સર્કલ પાસે જ બસ ચાલતી હતી એટલામાં જ તેમાં આગ લાગી ગઈ હતી. લક્ઝરી બસ માં આગ લાગી ત્યારે તેમાં અંદર ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી એક વ્યક્તિનું સળગવાને કારણે મૃત્યુ થવાની પણ આશંકા છે.
ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતનો હીરાબાગ વિસ્તારમાં ટ્રાફિક રહેતી હોય છે ત્યારે, ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ડરી ગયા હતા. રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી .
બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આ જોઈને આસપાસના લોકોએ તરત જ ફાયર બ્રિગેડ નો સંપર્ક કર્યો હતો. અત્યારે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.