સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગનો મામલામાં બોલિવૂડ અભિનેત્રીઓ સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકર નિશાના પર, જાણો શું હતો તેમનો પ્લાન….

સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગનો મામલો લોકોમાં સતત ચર્ચામાં રહે છે. જેમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં સૌથી પહેલા બોલિવૂડની બે મોટી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીના નામ સામે આવ્યા હતા.

જે બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકર પણ સુકેશના નિશાના પર હતા. આ વાતનો ખુલાસો ખુદ સુકેશ ચંદ્રશેખરે કર્યો છે. જે હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં જેલના સળિયા પાછળ રહેલા ઠગ સુકેશ ચંદ્રશેખર અંગે ચાલી રહેલી તપાસમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે.

જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી પછી જાહ્નવી કપૂર , સારા અલી ખાન અને ભૂમિ પેડનેકરનું નામ પણ સુકેશની યાદીમાં આવ્યું છે . આ ત્રણેયને સુકેશે ખૂબ જ મોંઘી ગિફ્ટ મોકલી હોવાની ચર્ચા છે.

અહેવાલો આવ્યા હતા કે સુકેશે જાહ્નવીને 18 લાખ રૂપિયાની ભેટ મોકલી હતી.

જાહ્નવીના નજીકના મિત્રએ કહ્યું છે કે તેણીનો સુકેશ સાથે કોઈ સંપર્ક નથી. મિત્રે કહ્યું કે જાન્હવી ક્યારેય સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં રહી નથી.

સુકેશે સારા અલી ખાન, જ્હાન્વી કપૂર અને ભૂમિ પેડનેકર પર પણ છાપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. એવા પણ અહેવાલ છે કે સારા અલીને વોટ્સએપ પર મેસેજ કરીને તેને એક મોંઘી કાર ગિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

જોકે સારાએ આવી કોઈ ગિફ્ટ કોઈની પાસેથી લીધી નથી, પરંતુ આ વાત પણ સામે આવી છે.

Leave a Comment