સ્પાઈસ જેટને મુંબઈથી દુર્ગાપુર ઉડાન માટે એરપોર્ટ ઉપર ઉતરતા સમયે થયો ગંભીર અકસ્માત, આટલા મુસાફરો થયા ઘાયલ… 

સ્પાઈસ જેટ ને રવિવાર ના દિવસે મુંબઈથી દુર્ગાપુર ઉડાન માટે એરપોર્ટ ઉપર ઉતરતા સમયે ગંભીર રીતે અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો. જેમાં ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. મિડિયા રિપોર્ટ અનુસાર વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સ્પાઇસ જેટના પ્રવક્તાએ કહ્યું છે કે એક મે ના રોજ બોઇંગ બી 737 વિમાન મુંબઈ થી દુર્ગાપુર જવા માટે તૈયાર હતું. પરંતુ એરપોર્ટ ઉપર ઉતરતા ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક યાત્રીઓને નુકસાન પહોંચ્યું હતું.

પેસેન્જર સાથે વાતચીત કરતા માહિતી મળી છે કે સીટ ઉપર રાખેલ તમામ સામાન નીચે પડી ગયો હતો. તેમજ પાયલોટની હોશિયારી કારણે દરેક લોકોનો જીવ બચ્યો છે

Leave a Comment