ભારતના સૌથી વધુ ધનવાન વ્યક્તિઓની લીસ્ટમાં અંબાની ને પણ પાછળ છોડ્યા ગૌતમ અદાણી, વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિઓમાં અદાણીને મળ્યું 11 મું સ્થાન…

છેલ્લા બે દિવસથી શેર માર્કેટમાં મંદી છવાયેલી છે. જેના હેઠળ રિલાયન્સ સેર ઘટી રહ્યા છે. જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ધોવાણ થયુ. આજના 25 જાન્યુઆરી 2022 ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે.

ફોર્બ્સ રિયલ ટાઈમ નેટવર્થ ના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર એટલે કે રૂ. 6.72 લાખ કરોડ છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર એટલે કે રૂ. 6.71 લાખ કરોડ છે.

છેલ્લા બે દિવસમાં રિલાયન્સનો શેરમાં 155 થી વધુનું ધોવાણ :- બોમ્બે સ્ટોક એક્સચેન્જના આંકડાના પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં છેલ્લા બે દિવસથી રૂ. 155 થી વધુનું ધોવાણ થયું. રિલાયન્સ શેર 2. 29% ઘટીને 2323.05 પર ટ્રેડ થઈ રહ્યો છે.

પાછળના પાંચ દિવસમાં રિલાયન્સનો શેર રૂ. 200 જેવો તૂટ્યો. ફોર્બ્સના આંકડા પ્રમાણે બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 7 અબજ ડોલરનો એટલે કે રૂ. 52,000 કરોડનો ઘટાડો થયો છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો વધારો :- ફોર્બ્સના ડેટા પ્રમાણે 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની સંપત્તિ 78 અબજ ડોલર હતી. જે 18 જાન્યુઆરી 2022 ના રોજ 93 અબજ ડોલર રહી હતી.

હાલના સમયમાં એટલે કે 25 જાન્યુઆરીના રોજ ગૌતમ અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર એટલે કે રૂ. 6.72 લાખ કરોડ છે. એ મુજબ નવા વર્ષમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં રૂ. 6000 કરોડનો દૈનિક ઉમેરો થઈ રહ્યો છે.

અદાણી ગ્રૂપના સ્ટોકમાં સતત તેજી :- અદાણી ગ્રુપની કુલ 6 કંપની ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. નવા વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીમાં જ આ બધી જ કંપનીઓ માં 5% લઈને 45% સુધીનું રિટર્ન જોવા મળ્યું છે.

કંપનીઓના શેરના ભાવમાં તેજી રહી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી માં 45% થી વધુ નો ભાવ વધારો નોંધાયો છે. આ ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન અદાણી પાવર માં પણ રોકાણકારોને ટૂંક સમયમાં સારું એવું વળતર પ્રાપ્ત થયું છે.

Leave a Comment