ફરી એકવાર સોનુસૂદએ અજાણી વ્યક્તિને  મદદ કરવામાં પાછી પાનીના કરી, જીવ બચાવીને માનવતા દાખલો બેસાડ્યો

કોઈનો જીવ બચાવવો એ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. જીવ બચાવનાર કોઈ ‘ઈશ્વર’થી ઓછો નથી. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ખરેખર લોકો માટે ‘ઈશ્વર’ સ્વરૂપ છે. અભિનેતાએ ઘણાને નવું જીવન આપવામાં પણ મદદ કરી છે.

અજાણ્યા લોકોની મદદ કરવામાં સૌથી આગળ રહેનાર બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે હવે ફરી એકવાર જીવ બચાવીને દાખલો બેસાડ્યો છે.

સોનુ સૂદે પંજાબના મોગા જિલ્લાના કોટકાપુરા બાયપાસ પાસે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો . અહીં એક વ્યક્તિનો કાર અકસ્માત થયો હતો. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે અકસ્માત જોયો તો તે મદદ માટે ત્યાં જ રોકાઈ ગયો.

2 વાહનોના અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સોનુએ જાતે જ બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી.

આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી મુજબ, મોગાના કોટકપુરા બાયપાસ પર બે વાહનોનો અકસ્માત થયો હતો. સોનુ સૂદ ત્યાંથી પસાર થતાં જ તે પોતાની જાતને રોકી શક્યો નહીં.

તેણે પોતાની કાર રોકી અને ટીમના સભ્યોની મદદથી ઘાયલ વ્યક્તિને કારમાંથી બહાર કાઢ્યો. તેને ખોળામાં ઊંચકીને તેની કારમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો અને તેની સારવાર કરાવી.

કોરોનાના સમયગાળા દરમિયાન હજારો અજાણ્યા લોકોની મદદ કરીને, તેમના માટે મસીહા બનેલા બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે મોગામાં એક માનવ જીવન બચાવીને ફરી એક દાખલો બેસાડ્યો છે.

 

Leave a Comment