સ્માર્ટ ફોનના મામલે ભારત નંબર વન બનવાની રેસમાં; જાણો મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું નવું વિઝન…

ભારતમાં સ્માર્ટફોનનો વપરાશ સતત વધતો જાય છે. સ્માર્ટફોન ખરીદવા ભારતમાં હજારો લોકો ઓફલાઈન સ્ટોર્સ અથવા ઓનલાઈન ખરીદી કરે છે.

આટલી મોટી સંખ્યામાં સ્માર્ટફોન પૂરા પાડવા માટે સ્વદેશી-વિદેશી ઘણી કંપનીઓએ જોરશોરથી કામ પણ શરૂ કરી દીધું છે. અને આ જ કારણથી ભારત મોબાઈલ ફોનનું ઉત્પાદન કરવામાં વિશ્વમાં બીજા ક્રમે સ્થાન ધરાવે છે.

ભારતમાં 330 મિલિયન મોબાઈલ હેન્ડસેટ બનાવવામાં આવ્યા છે. જો વર્ષ 2014 સાથે સરખામણી કરવામાં આવે તો દેશમાં 60 મિલિયન સ્માર્ટફોન બનાવવામાં આવ્યા હતા અને ભારતમાં માત્ર બે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતા.

2014માં ભારતમાં બનેલા મોબાઈલ ફોનનું મૂલ્ય $3 બિલિયન હતું. તે જ સમયે, 2019 માં આ મૂલ્ય વધીને $ 30 બિલિયન થઈ ગયું છે.

Xiaomi ઈન્ડિયાના CEO મનુ કુમાર જૈને પણ પ્રસાદનું ટ્વીટ શેર કર્યું અને કહ્યું કે Xiaomiના 99 ટકા ફોન ભારતમાં બની રહ્યા છે, જેમાંથી 65% પાર્ટ્સ સ્થાનિક સ્તરે તૈયાર થઈ રહ્યા છે. કંપનીએ 5 વર્ષ પહેલા ભારતમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો

Apple ભારતમાં iPhoneના કેટલાક મોડલ બનાવી રહ્યું છે. હવે સમાચાર છે કે કંપની પોતાનો મોટાભાગનો બિઝનેસ ચીનથી ભારતમાં શિફ્ટ કરવા માંગે છે. જો કે હજુ તેની પુષ્ટિ થઈ નથી.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ભારતમાં 81 ટકા ફોનનું વેચાણ ચીનની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

માઈક્રોમેક્સ અને લાવા જેવી કંપનીઓનો ભારતના મોબાઈલ માર્કેટમાં માત્ર એક ટકા હિસ્સો છે, પરંતુ જો ભારતીય કંપનીઓ #vocalforlocal મૂવમેન્ટનો ફાયદો ઉઠાવે તો તેઓ ફરીથી માર્કેટમાં આવી શકે છે.

હવે સવાલ એ છે કે જો ચીનની મોબાઈલ કંપનીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે તો ભારતમાં કઈ મોબાઈલ કંપનીઓ તેમની જગ્યા લઈ શકે છે.

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ ભારત નો ફાળો બન્યો રહે તે માટે ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રદ્યોગિક મંત્રાલય તરફથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું બીજું વોલ્યુમ ઓફ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ડોક્યુમેન્ટમાં ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સાથે જોડાયેલા આગામી પાંચ વર્ષનો રોડમેપ બનાવવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટને મંત્રાલય ICEA સાથે મળીને બનાવવામાં આવ્યું છે.

આ નવા વિઝન સાથે વર્ષ 2026 સુધી 300 અબજ ડોલરનું મેન્યુફેક્ચરિંગ માર્કેટ બનાવવાનો ટાર્ગેટ સેટ કરાયો છે.

Leave a Comment