સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 12 ખાલી દારૂની બોટલો મળી આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો..

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો માત્ર નામ પુરતો હોય તેમ લાગી રહ્યું છે. સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક સાથે 12 થી વધુ ખાલી દારૂની બોટલ મળી આવતાં તંત્રમાં ભારે હડકંપ મચ્યો હતો.

હાલ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની રિનોવેશનની કામગારી થઈ રહી છે. ત્યારે રિનોવેશનની કામગીરી દરમિયાન આ વાત સામે આવી હતી.

એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં દારૂબંધનો કાયદો સખત રીતે અમલમાં છે તેવા પોકળ દાવાઓ કરી રહી છે જ્યારે બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 12 થી ખાલી દારૂની બોટલો મળી આવતાં ભારે ચર્ચાનો વિષય બની ગયું છે.

આ અગાઉ સુરતમાં એક બુટલેગર એક બે નહીં પણ ચાર જેટલા કોથળા મોપેડ પર લઇને જાહેરમાં ફરતા જોવા મળ્યો હતો. એક જાગૃત નાગરિકે પોલીસને જાણકારી આપતા બુટલેગરને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

Leave a Comment