સિદ્ધાર્થના મૃત્યુ પછી વિખરાઈ ગઈ શેહનાઝ ગિલ, અને તે યોગ્ય રીતે ખાતી અને સુતી પણ નથી

ટીવીના સૌથી લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે નિધન થયું. અભિનેતાનું અચાનક નિધનથી તેમનો પરિવાર ભારે આઘાતમાં છે. સિદ્ધાર્થની નજીકની મિત્ર શેહનાઝ ગિલ તેને હંમેશા ને માટે ગુમાવવાની પીડાને દુર કરી શક્તિ નથી. સમાચાર મુજબ, શેહનાઝ યોગ્ય રીતે ખાતી નથી અને સુતી પણ નથી.

બોલીવુડ લાઈફે તેના રિપોર્ટમાં સૂત્ર મુજબ શેહનાઝ ગિલની હાલત જણાવી છે. એવું કહેવામાં આવે છે કે શેહનાઝ ગિલ બરાબર સુતી નથી અને જમતી પણ નથી. શેહનાઝ ભાગ્યે જ કોઈની સાથે વાત કરે છે.

આવી હાલતમાં શેહનાઝ ને બિલકુલ એકલી રાખવામાં આવતી નથી. સિદ્ધાર્થ શુક્લા ની માતા આ મુશ્કેલ સમયમાં શેહનાઝ ને એકલી મુકતા નથી. અને તે શેહનાઝ ને હિમત આપે છે.

તેનો ભાઈ શાહબાઝ પણ શહેનાઝ ગિલ ને  હિમત આપી રહ્યો છે. સિદ્ધાર્થના મૃત્યુ પછી તરત જ શાહબાઝ તેની બહેનનું ધ્યાન રાખવા અને તેને મજબુત કરવા મુંબઈ પહોચી ગયો હતો. ત્યારથી તે શેહનાઝ ની સાથે છે.

બીજી તરફ, જયારે શેહનાઝ ગિલ સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોચ્યા, ત્યારે તેમની હાલત જોઇને દરેકનું દિલ ભરાઈ ગયું. નાખુશ, રડતી શેહનાઝ તેના મિત્ર સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા આવી હતી.

શેહનાઝ ગિલ ની જિંદગી માં સિદ્ધાર્થ શુક્લા ના જવાથી જે ખાલીપો આવ્યો છે, તેની ભરપાઈ ક્યારેય કરી શકાતી નથી. બંને વચ્ચે ખુબ ખાસ બંધન હતું. બંને મુંબઈ માં અવારનવાર મળતા હતા. સાથે કામ કરવું, બહાર ફરવું મુંબઈ માં સિદ્ધાર્થ જ શેહનાઝ નો સહારો હતો.

શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા બંને બીગ બોસ 13 માં મળ્યા હતા. આ શો માં, બંને મિત્રો બન્યા અને એકબીજાની નજીક આવ્યા. શહેનાઝ અને સિદ્ધાર્થ ઘરમાં લડતા હતા, પરંતુ હંમેશા એકબીજા માટે ઉભા રહેતા હતા.

શેહનાઝ અને સિદ્ધાર્થ વિશે એવી પણ ખબરો હતી કે બંને આ વર્ષે ડીસેમ્બરમાં લગ્ન કરવાના હતા. પરંતુ આવું કઈ બંને એ પહેલા સિદ્ધાર્થ શુક્લનું અવસાન થયું. અને એવા અહેવાલો છે કે બંને એ સગાઈ કરી લીધી હતી.

૨ સપ્ટેમ્બરે સિદ્ધાર્થનું અવસાન થયું. અચાનક હાર્ટ એટેકને કારણે સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા. રાતે સુતા પછી તે બીજા દિવસે સવારે ઉઠ્યા નહિ. રાતે સિદ્ધાર્થે તેની માતાને અસ્વસ્થતા અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તે દવા અને પાણી પીને સુઈ ગયો હતો. ત્યારથી તે ક્યારેય ઉઠ્યો નહિ.

 

 

 

 

 

Leave a Comment