બોલીવુડ જગતમાં બ્રેકઅપ થયું ખૂબ સામાન્ય વાત થઈ ગઈ છે. તેમજ બોલિવૂડમાં ખૂબ ઓછા ઓછા સંબંધો છે જે લગ્ન સુધી જાય છે. થોડા સમય પહેલા બૉલીવુડ જગતના સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ કિયારા અડવાણી ના વચ્ચે સંબંધો થોડા પડ્યા હતા. તેમજ બંને ખૂબ વાર એકબીજા જોડે નજર આવ્યા છે. તે બંને પોતાના સંબંધો કોઈ દિવસ જાહેર કર્યા ન હતા. અને તે બંને એકબીજાના સારા મિત્રો કહીને મીડિયા સામે વાત નકારી દેતા હતા પરંતુ આજે તે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે.
તે બંને ખૂબ સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતાં. બંનેના અલગ થવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર પડયું નથી પરંતુ સોશિયલ મીડિયામાં બંનેને ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
સિદ્ધાર્થ અને કિયરા ના સબંધ માં તકરાર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને કપલ એકબીજાથી અલગ થઇ ગયા છે અને એકબીજા સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું છે. આ બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થને કિયારા વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું પહેલા લોકોને લાગતું હતું કે આ બંને લગ્ન કરશે પરંતુ લગ્ન મંડપ સુધી તેમનો સંબંધ પહોંચ્યો નહીં.
શેરશાહ મુવીમાં બંને જોવા મળ્યા હતા
સિદ્ધાર્થના મુવી ની વાત કરવામાં આવ્યું હતું રોહિત શેટ્ટીની રિલીઝ થયેલી ઇન્ડિયન પોલીસ ફોર્સ માં જોવા મળશે તેમજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર આ મુવી રિલીઝ કરવામાં આવશે તેમજ કિયારા અડવાણી આગામી મૂવી ભૂલભૂલૈયા 2 છે. જે આગામી થોડા સમયમાં રિલીઝ કરવામાં આવશે અને બંનેએ 2021માં મુવીમાં જોડે કામ કર્યું હતું.