શું થશે ફરી વાર પાટીદાર અનામત ?, કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકારને કહ્યું કે પાટીદારોને કરો OBC માં સમાવેશ….

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા પછી વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે પછી તેમણે દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ્સનું પણ વિતરણ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, પાટીદારોને OBCમાં લેવા કે નહીં તેના અધિકાર રાજ્યોને આપેલ છે. ગુજરાત સરકારને વિનંતી છે કે, પાટીદારોનો OBCમાં સમાવેશ કરવાનો જે કોઈ પણ નિર્ણય હોય જલ્દીથી લઇ લે.

તાજેતરમાં દેશના વિવિધ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અંગે રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, પક્ષપલટાની કોઈ વિપરીત અસર નહીં થાય અને વડાપ્રધાનની આગેવાની હેઠળ એન.ડી.એ.ને ચાર રાજ્યોમાં જીતશે. પંજાબમાં પણ ભાજપ કેપ્ટનના સાથથી બહુમતથી જીતશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ 300થી વધુ બેઠકો પર જીતવાનો ટાર્ગેટ છે.

કિસાન આંદોલન ફરીથી કરવા અંગે તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા તો લીધાં છે, તેમજ એમએસપી માટે સમિતિ બનાવી છે, ત્યારે પુનઃ આંદોલનનું કોઈ કારણ જણાતું નથી. જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને ગેર વાજબી ગણાવતા તેમણે કહ્યું કે, વસ્તી ગણતરીએ કેન્દ્ર સરકારને આધીન બાબત છે.

Leave a Comment