કિશન ભરવાડ ની હત્યા બાદ શું ગુજરાતમાં સ્લીપર સેલ ફરી એક્ટિવ ? જેહાદી ષડયંત્ર માટે મૌલાનાને પાકિસ્તાનથી હથિયાર પુરા પાડયાનું સામે આવી રહ્યું છે…..

કટર હિન્દુ યુવતી કિશન ભરવાડ ની હત્યા મામલે સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હર્ષદ સંઘવી એ પરિવારને આપેલા ન્યાયના વચન બાદ ગુજરાત એટીએસને આ કેસની તપાસની તમામ જવાબદારી સોંપવામાં આવી છે.

તો એટીએસે મૂળ સુધી પહોંચતાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૌલાના સોશિયલ મીડિયાના મારફતે ઉગ્ર ભાષણો આપીને યુવકોનું બ્રેઇન વોશ કરતા હતા.

અને આ વિડિયો પાકિસ્તાન મીડિયા એજન્સી દ્વારા ફરતા કરાતા હોવાનો પણ સામે આવ્યું છે. તો આ બધી વસ્તુ માં મૌલાનાઓનું પાકિસ્તાન કનેક્શન તપાસવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીઓને ફરીવાર શંકા ઉત્પન્ન થઇ છે કે શું ફરીથી ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ થયા છે.

આ અગાઉ 2008માં સ્લીપર સેલ એક્ટિવ હતા. તો હાલ દેશભરની તપાસ એજન્સીઓ પોતાના સોર્સ દ્વારા તપાસ કરાવી રહી છે કે આ લોકોનું પાકિસ્તાન સાથે શું કનેક્શન હતું અને કઈ રીતના ષડયંત્ર રચવામાં આવ્યું.

શું યુવકોનું બ્રેઇન વોશ કરવા અને તેમને તાલીમ આપવા માટે પાકિસ્તાન તરફથી હથિયારની સાથે સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હતી કે નહીં તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

શું આ લોકો પાકિસ્તાનના સ્લીપર સેલ હતા કે પાકિસ્તાન દ્વારા તેમને આતંકી પ્રવૃત્તિઓ માટે આર્થિક ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું ? આવા અનેકે પાસાઓની તપાસ પોલીસ કરી રહી છે.

Leave a Comment