શ્રીદેવી સાથે છૂટાછેડા બાદ કિશોર કુમારની ત્રીજી પત્ની સાથે મિથુને કર્યા હતા લગ્ન, આ કારણે બગડ્યા હતા સંબંધો

કિશોર કુમાર, જે બોલિવૂડના દિગ્ગજ ગાયક અને અભિનેતા હતા, તે પોતાના દરેક અંદાજ માટે ચાહકોમાં પ્રખ્યાત હતા. તે મહાન ગાયક હોવા ઉપરાંત નિર્માતા અને દિગ્દર્શક પણ હતા . તેના અવાજની સાથે, લોકોએ તેમનો અભિનય પણ પસંદ કર્યો. તેમની વ્યાવસાયિક જિંદગી ઉપરાંત કિશોર કુમાર પણ તેમના અંગત જીવન વિશે ખૂબ જ સારી ચર્ચામાં હતા. કિશોર કુમારે કુલ 4 લગ્નો કર્યા હતાં. કિશોર કુમારે વર્ષ 1951 માં રૂમા ગુહા ઠાકુરતા સાથે પ્રથમ લગ્ન કર્યા. આ સંબંધ વર્ષ 1958 માં સમાપ્ત થયો. આ પછી, કિશોર કુમારે વર્ષ 1960 માં બીજી વખત પ્રખ્યાત અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા.

1969 માં મધુબાલાના મૃત્યુ સાથે 9 વર્ષ પછી આ સંબંધ સમાપ્ત થયો મધુબાલાના ગયા પછી ઘણા વર્ષો પછી કિશોર કુમાર ની અભિનેત્રી યોગિતા બાલી સાથેની નિકટતા વધી . યોગિતા બાલી હાલમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની છે. યોગિતાની ફિલ્મ કારકીર્દિની શરૂઆત વર્ષ 1971 માં ફિલ્મ ‘પરવાના’ થી થઈ હતી. તેની ફિલ્મી કારકીર્દિમાં તેણે સ્ટ્રેન્જર, ક્રિમિનલ, કુંવર બાપ, મહેબૂબા અને જાની દુશ્મન જેવી ફિલ્મો આપી.

જોકે તે એક સફળ અભિનેત્રી બની શકી નથી. તેણીને ક્યારેય પોતાને એ ગ્રેડ અભિનેત્રીનું બિરુદ મળ્યું નહીં. યોગિતા બાલી સબંધ માં દિગ્ગજ અભિનેતા શમ્મી કપૂરની પત્ની ગીતા બાલીની ભત્રીજી થાય છે .કિશોર કુમાર અને યોગીતા બાલી જ્યારે ફિલ્મ ‘જમુના કે તીર’ માં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે એક બીજાને હૃદય આપી ચુક્યા હતા.

યોગિતા અને કિશોર કુમારે ખૂબ જલ્દી લગ્ન કરી લીધાં. જોકે જેટલા જલ્દી લગ્ન કરી લીધાં એ બંને તેટલા જલ્દીથી અલગ પણ થઈ ગયા. કિશોર દા અને યોગિતા બાલીના લગ્ન વર્ષ 1976 માં થયા હતા. જ્યારે 1978 માં તેમના સંબંધોનો અંત આવ્યો. આ પાછળનું કારણ યોગિતાની માતા ની તેના જીવન માં જરૂર થી વધારે દખલઅંદાજી હોવાનું કહેવામાં આવે છે.

કિશોરકુમારને આ બધુ ગમ્યું નહીં અને આખરે સંબંધ તૂટી ગયો યોગિતા સાથેના સંબંધને સમાપ્ત કર્યા પછી, કિશોર કુમારે વર્ષ 1980 માં 20 વર્ષીય અભિનેત્રી લીના ચંદાવરકર સાથે ચોથા લગ્ન કર્યા. તે જ સમયે, યોગિતા બાલી અને મિથુન ચક્રવર્તી ફિલ્મ ‘ખ્વાબ’ ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવી ગયા હતા. બંનેને અંગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે યોગિતાએ કિશોર કુમાર સાથેના સંબંધો સમાપ્ત કર્યા હતા, ત્યારે મિથુન ચક્રવર્તીએ તેની પ્રથમ પત્ની હેલેના લ્યુક સાથે છૂટાછેડા લીધા હતા મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલીના લગ્ન વર્ષ 1979 માં થયા હતા. કિશોર કુમાર યોગિતા સાથે લગ્ન કરવા માટે મિથુનથી નારાજ હતા અને કિશોર કુમારે પણ મિથુનની ફિલ્મોમાં ગીતો ગાવાની ના પાડી હતી. કિશોર કુમારે 13 ઓક્ટોબર 1987 ના રોજ મુંબઇમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, મિથુને વર્ષ 1985 માં દિવગત અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી સાથે પણ લગ્ન કર્યા હતા, જોકે ત્રણ વર્ષ બાદ 1988 માં બંને છૂટા પડ્યા હતા. ચાર બાળકોના માતાપિતા છે મિથુન અને યોગિતા આજે યોગિતા બાલી અને મિથુન ચક્રવર્તી ચાર બાળકોના માતાપિતા છે. બંનેને ત્રણ પુત્રો મહાક્ષય ઉર્ફે મીમોહ ચક્રવર્તી, રિમોહ (ઉશ્મેય) અને નમાશી છે. તેમજ તે બંનેને એક દીકરી છે દિશાની, જેને મિથુને દત્તક લીધી હતી.

તેના માતાપિતાની જેમ મહાક્ષય ઉર્ફે મીમોહ ચક્રવર્તીએ પણ બૉલીવુડમાં સાહસ કર્યું હતું, પરંતુ તે સફળ થયો ન હતો. ફિલ્મ ‘હોન્ટેડ’ સિવાય તેની કારકિર્દીમાં તે કંઇક ખાસ કરી શક્યો નહીં. મહાક્ષયના લગ્ન વર્ષ 2018 માં પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને નિર્માતા-દિગ્દર્શક સુભાષ શર્માની પુત્રી મદલસા શર્મા સાથે થયા હતા. મિથુનની પુત્રવધૂ મદાલસા ટીવી એક્ટ્રેસ છે. હાલમાં તે ટીવીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ માં કાવ્યા ગાંધીનું પાત્ર ભજવી રહી છે.

Leave a Comment