ચીન પાસેથી છુપાયેલ શરત પર પૈસા લેવા એ શ્રીલંકાની મોટી ભૂલ, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કર્યું જાહેર…

શ્રીલંકામાં પરિસ્થિતિ સતત વધુને વધુ બગડી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે દેશની સરકાર પાસે સ્થિતિને પહોંચી વળવા માટે કોઈ ઉપાય બચતા નથી. સમાચાર એજન્સી પીટીઆઇ એ રિપોર્ટ આપી છે કે શ્રીલંકાની સરકારી પેટ્રોલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનએ 92 ઓકટેન પેટ્રોલની કિમત વધીને 338 પ્રતિ લિટર કરી દીધી છે. એટલે કે શ્રીલંકામાં એક લિટર પેટ્રોલની માટે 338 રૂપિયા ચૂકવવા પડશે. એવામાં તમે સમજી શકો છો કે આ દેશની સ્થિતિ શું થઈ ગઈ હશે.

 

આપણાં દેશે શ્રીલંકાને જરૂરી વસ્તુઓ ખરીદવા માટે 2 અરબ ડોલરઠી પણ વધુ ઉધાર આપ્યા છે. આ સાથે જ આપણાં દેશે 500 મિલિયન ડોલર ઈંધણ ખરીદવા માટે શ્રીલંકાને આપ્યા છે, તેના અંતર્ગત લગભગ 3,00,000 ટન ઈંધણની જરૂરિયાત કરવામાં આવી છે. તેમ છતાં શ્રીલંકાના ઈંધણના સ્ટેશન સુકાઈ જવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુધ્ધ સાર્વજનિક આંદોલન કરીને મંગળવારે અગીયારમાં દિવસમાં પ્રવેશ પછી ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર કર્યું છે કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે અંધાધૂંધ લોન લેવી એ સરકારની સૌથી મોટી ભૂલ છે. ખાસ કરીને ચીન પાસેથી છુપાયેલ શરત પર પૈસા લેવા એ શ્રીલંકાની મોટી ભૂલ છે. કેમ કે ચીનએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે તેનાથી શ્રીલંકા પાસે પૈસા આવ્યા નથી. તમને જણાવી દઈએ કે આપણાં દેશે શ્રીલંકાને ચીન પાસેથી પૈસા લેવા પર હમેશાં સતર્ક કર્યા હતા, પણ તેમ છતાં ભારત વિરોધમાં અંધ થઈ ગયેલ રાજપક્ષે સરકાર આપણી વાત માનતી નથી અને અમેરિકાએ આપેલ ચેતવણી પર પણ ધ્યાન આપતા નથી, પણ

 

શ્રીલંકાના નાણામંત્રીના સહાયક સમીર ઝવાહિરે જણાવ્યું હતું કે, ‘ભારતે શ્રીલંકાને RFI આપવા માટે IMF સમક્ષ રજૂઆત કરી છે અને ભારતની અરજી પર, IMF અનન્ય સંજોગોમાં શ્રીલંકાને મદદ કરવા તૈયાર થઈ શકે છે’. તમને જણાવી દઈએ કે સાબરીએ આ મહિનાની શરૂઆતમાં રોઇટર્સને જણાવ્યું હતું કે શ્રીલંકા આગામી મહિનાઓમાં IMF, વિશ્વ બેંક અને ભારત સહિત અનેક સ્ત્રોતો દ્વારા $3 બિલિયન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે જ સમયે, ગયા અઠવાડિયે શ્રીલંકાની સરકારે હાલ માટે તમામ વિદેશી દેવું ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે.

Leave a Comment