આ વ્યક્તિએ પોતાનો શોખ પૂરો કરવા માટે થોડો વધારે જ ખર્ચ કરી દીધો, લાખ રૂપિયા જેટલી ખૂબ ઊંચી બોલી લગાવી 71 હાજરના સ્કુટરમાટે શું છે આ રસપ્રદ વાત જાણો…

શોખ એ બહુ મોટી વસ્તુ છે. લોકો પોતાનો શોખ પૂરો કરવા માટે લોકો મહેનત પણ કરતાં હોય છે અને શોખ પૂરો કરવા માટે ઘણા લોકો પૈસાને પાણીની જેમ વહાવતા હોય છે. સોશિયલ મીડિયા પર એવી ઘણી વાતો જોવા અને જાણવા મળે છે જે આપણે ચોંકાવી દેતી હોય છે. બધાના શોખ અલગ અલગ હોય છે. ઘણા ને સારી સારી જગ્યાએ ફરવા જવા માટેનો શોખ હોય તો ઘણાને સારું સારું ખાવાનો અને કપડાં પહેરવાનો શોખ હોય છે. આજની આ સ્ટોરી વાંચીને તમે પણ કોમેન્ટમાં લખશો કહે ખરેખર શોખ એ બહુ મોટી વસ્તુ છે.

 

આજે અમે એવા જ એક શોખીન વ્યક્તિ વિષે તમને જણાવી રહ્યા છે. આ વ્યક્તિએ પોતાનો શોખ પૂરો કરવા માટે થોડો વધારે જ ખર્ચ કરી દીધો. આ વ્યક્તિ વિષેની હકીકત જાણશો તો તમનેપણ ખૂબ નવાઈ લાગશે. આજે વાત કરી રહ્યા છે ચંડીગઢના રહેવાસી એક વ્યક્તિની ચંડીગઢ આરટીઓમાં તેમણે એક નંબર મેળવવા માટે જે નીલામી થતી હતી તેમાં બહુ ઊંચી બોલી લગાવી હતી.

 

નંબર જાણીને તમને પણ નવાઈ લાગશે. ‘CH-01–CJ-0001’ આ ફેન્સી નંબર લેવા માટે તેમણે 15.44 લાખ રૂપિયા જેટલી ખૂબ ઊંચી બોલી લગાવી હતી. તમને જણાવી દઈએ કે આ નંબર તેમણે પોતાની 71,000ની એક્ટીવા માટે લીધો છે. આટલું ઓછું હોય તો આ વ્યક્તિ હવે પોતાની નવી ગાડી માટે પણ આવો જ કોઈ ફેન્સી નંબર ખરીદવા માટે વિચારી રહ્યો છે. 14-16 એપ્રિલ વચ્ચે થયેલ નીલામીમાં તેમણે બોલી લગાવી હતી.

 

આ દિવસો દરમિયાન 378 નંબરની બોલી લાગી હતી, આ રકમ 1.5 કરોડની આજુબાજુ હતી. જે વ્યક્તિએ 15.44 લાખનો નંબર ખરીદ્યો એ સૌથી મોંઘો નંબર હતો. આ નંબરની બોલી 50 હજાર થી શરૂ થઈ હતી પછી બ્રિજ મોહને 15.44 લાખની બોલી લગાવીને ખરીદી હતી. હમણાં આ વિષય ખૂબ કહરચનો વિષય છે. હવે તમે અમને કોમેન્ટમાં જણાવો કે આજસુધી તમે સૌથી વધુ પૈસા આપીને તમારો કયો શોખ પૂરો કર્યો?

Leave a Comment