રાજકોટથી જૂનાગઢ શિવરાત્રીના મેળામાં સાધુના શિષ્યએ કુહાડીથી યાત્રીનું કર્યું ખૂન…

રાજકોટથી જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયેલા બે મિત્રમાંથી એક યુવક પર સાધુના શિષ્યએ કુહાડીથી ખૂની હુમલો કર્યો હતો.સાધુ અને શિષ્ય વચ્ચે ઝગડો થયો હતો . આથી ઉશ્કેરાયેલા શિષ્યએ નિર્દોષ યુવકને પાછળથી કુહાડી મારી દીધી હતી.

ઘવાયેલા યુવકને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.ત્યારબાદ આ મામલે જૂનાગઢ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી લીધો છે.

અખાડામાં સાધુના દર્શન કરવા ગયા હતા ક્યા સાધુ અને ક્યા શિષ્ય વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને હુમલો કરનાર શિષ્ય કોણ છે તે અંગે હાર્દિક અને તેના મિત્રને ખ્યાલ પણ નહોતો.

અજાણ્યા શિષ્ય સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

હાર્દિક વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને શિવરાત્રીના મેળામાં તેના મિત્ર સાથે આવ્યો હતો. યુવક પર હુમલો થયાની વાત ફેલાઇ જતાં તળેટી વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. આ માટે જૂનાગઢ પોલીસ રાજકોટ દોડી આવી હતી.

Leave a Comment