શિક્ષણ વિભાગના શિક્ષકોના સંગઠન સાથે બેઠક યોજવામાં આવી, બેઠક બાદ ભરતી અને બદલીના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જાણો આગળ….

લાંબા સમયથી રાજ્યમાં શિક્ષકોના નિયમો બાબતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગના શિક્ષકોના સંગઠન સાથે બેઠક યોજવામાં આવી હતી.

એના બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા 10 વર્ષ બાદ શિક્ષકોની ભરતી બદલી ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગનો આ નિર્ણય સીધી રીતે રાજ્યના બે લાખ લોકોને અસર કરશે. આ અંગે જાણકારી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધી ને આપવામાં આવી હતી.

3/4 હજાર શિક્ષકોને છુટા કરાશે – શિક્ષણ મંત્રીએ જણાવ્યું જણાવ્યું હતું કે શિક્ષકોના લાંબા સમયના પડતર પ્રશ્નોનો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.

સર્વ સંમતિથી ચર્ચા કરીને શિક્ષણ અને વિદ્યાર્થીઓનું હિત જોતા અને એડમિનિસ્ટ્રેશન હિત જળવાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધી જે જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે પરંતુ, 10 % થી વધુ મહેકમ ખાલી હતું, જેથી છૂટા થઈ શક્યા નથી.

પરંતુ હમણાં જ મેં આ શિક્ષકોને છૂટા થવાના ઓર્ડર પર સહી કરી છે. આશરે ત્રણથી ચાર હજાર જેટલા શિક્ષકોને છૂટા થઈ જશે.

દસ વર્ષના સમયગાળા બાદ ફેરફાર- તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો 2012માં કરાયા હતા. તેમાં સંગઠન અને શિક્ષકોના હિતમાં નિયમો તૈયાર કર્યા છે.

અત્યાર સુધી જે જિલ્લાઓમાં ખાલી જગ્યા 40% શિક્ષકોનો જિલ્લા ફેરબદલી નો લાભ આપવામાં આવતો હતો. તેની જગ્યાએ હવે જિલ્લામાં 100% જગ્યા પર ફેરબદલી નો લાભ આપવામાં આવશે.

– જિલ્લાફેર અરસપરસમાં અને આંતરિક બદલી માં સંબંધની શિક્ષકોના વતન હોવા જરૂરી હતા, તે મહત્ત્વની જોગવાઈ હવે દૂર કરીને વતન શબ્દ હટાવવામાં આવ્યો છે.

– જે બોન્ડેડ શિક્ષકોને 10 વર્ષ 1 જગ્યાએ નોકરીની શરતે નિમણૂંક અપાઈ છે, તેવા શિક્ષકો 5 વર્ષ પછી બદલીની અરજી કરી શકશે.

– સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે.

– જે શિક્ષકો વધ-ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયા છે, તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે અને ઈચ્છે તો બદલીની માગણી કરી શકશે.

– સરકારી કર્મી રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં પતિ-પત્નીના કિસ્સામાં ફેરબદલીનો લાભ હવેથી અનુદાનિત સંસ્થા (ગ્રાન્ટેડ) ગુજરાત સરકારના જાહેર સાહસો અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો અને તેની કંપનીના કિસ્સામાં પણ આપવામાં આવશે.

– બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરાઈ છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે. જેનાથી શિક્ષકોનો બિનજરૂરી ખર્ચો, સમય બચશે અને શિક્ષણ વિભાગને પણ ફાયદો થશે.

Leave a Comment