શિખર ધવન -આયશા ની સાથે આવવાથી લઈને અલગ થવા સુધીની પૂરી કહાની

ટીમ ઇન્ડિયાના બેસ્ટમેન શિખર ધવને તેની પત્ની આયશા મુખર્જીને છુટાછેડા આપી દીધા છે. ખુદ આયશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈમોશનલ પોસ્ટ સાથે આ વાતનો ખુલાસો કર્યો છે. જો કે ધવને અત્યારે સુધી તેના વિશે મોંન રાખ્યું છે. બંનેએ ઓક્ટોબર 2012 માં લગ્ન કર્યા હતા અને લગભગ 9 વર્ષ સાથે રહ્યા. તો ચાલો જાણીએ તેના વિશે.

શિખર ધવન અને આયશા મુખર્જીની લવ સ્ટોરી એકદમ અલગ છે. બંનેનો મૂડ એકબીજા ને મળતો આવે છે. બંને માત્ર સ્પોર્ટ્સ ને જ પ્રેમ નથી કરતા, પરંતુ ટેટુને લઈને તેમનો અલગ ક્રેઝ છે. ક્રિકેટની દુનિયામાં ‘ગબ્બર’ એક મોટો સ્ટાર છે, અને આયશા પણ એક કિક બોક્સર રહી ચુકી છે.

આયશા નો જન્મ પશ્ચિમ બંગાળ માં થયો હતો. તે એક એંગ્લો ઇન્ડિયન છે. આયશા ના પિતા ભારતીય હતા અને માતા બ્રિટીશ ની હતી. આયેશા માત્ર 8 વર્ષની હતી ત્યારે તો પરિવાર ઓસ્ટ્રેલીયા જતો રહ્યો હતો. શરૂઆતથી જ તેનો રસ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતોમાં રહ્યો છે, પરંતુ તેને કિક બોક્સિંગમાં વધુ રસ હતો.

ધવનની આયશા સાથે મુલાકાત ઈન્ટરનેટ દ્વારા થઇ. શિખર પોતાના ફેસબુક ફીડ ને સ્ક્રોલ કરી રહ્યો હતો અને અચાનક આયેશા ની તસ્વીર જોઈ. ધવન એક નજરમાં જ તેની સુંદરતા પર ફિદા થઇ ગયો. અને રસપ્રદ વાત એ છે કે સ્પીન બોલર હરભજન સિંહ ધવન અને આયશાના મ્યુચુઅલ ફ્રેંડ હતા. ધવને સંબંધ માટે પહેલો હાથ લંબાવ્યો હતો. તેણે ફેસબુક પર આયેશા ને રીક્વેસ્ટ મોકલી હતી, જે તેણે સ્વીકારી હતી. ફેસબુક પર ચેટીંગ કર્યા પછી બંને સારા મિત્રો બન્યા અને તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાય.

ધવન આયેશાને પોતાના દિલની વાત કહેવામાં થોડો અચકાતો હતો. તેણે પોતાની વાત વ્યક્ત કરવા માટે ભજ્જીનો સહારો લીધો. ભજ્જીએ જ ધવનને આયેશાના પહેલા લગ્ન તૂટ્યા વિશે જણાવ્યું હતું. પરંતુ જયારે તમને કોઈની સાથે પ્રેમ થાય છે, ત્યારે તેને કોઈ વાતની પરવા નથી હોતી. આયેશા છુટાછેડા લીધેલી મહિલા છે, એ જાણીને પણ ધવનનો આ બંગાળની આ સુંદરી પ્રત્યેનો પ્રેમ સહેજ પણ ઓછો થયો નથી.

જયારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે, ત્યારે ઉંમર માત્ર એક સંખ્યા બની જાય છે. ધવન-આયેશાની લવ સ્ટોરીમાં પણ કઈક આવું જ હતું. બહુ ઓછા લોકો જાણે છે કે આયેશા મુખર્જી શિખર ધવન કરતા 10 વર્ષ મોટી છે. પરંતુ ધવન માટે આયેશા એક બેસ્ટ મિત્રથી ઓછી નહોતી.

જયારે ધવને તેના પરિવારને આયેશા વિશે જણાવ્યું ત્યારે તેના પરિવારના સભ્યો આ સંબંધથી ખુશ નહોતા. ધવન માટે 10 વર્ષ મોટી છૂટાછેડા લીધેલી મહિલા માટે તેના પરિવારના સભ્યોને મનાવવાનું કામ સરળ નહોતું. તેના પિતા મહેન્દ્ર પાલ ધવન બંનેના લગ્નના સખત વિરોધી હતા. પરંતુ તેમની માતા સુનૈના ધવન બંને વચ્ચેના સંબંધો અંગે ખુબ જ સકારાત્મક હતા.

પરિવાર સહમત થયા બાદ, ધવન અને આયેશાએ 2009 માં સગાઈ કરી, પરંતુ બંનેએ લગ્ન કરવામાં થોડો સમય લીધો હતો. વાસ્તવમાં ધવન પહેલા પોતાને એક સફળ ક્રિકેટર તરીકે સ્થાપિત કરવા માંગતો હતો. તે આયેશાના બાળકો આલિયા અને રિયા સાથે સંપૂર્ણ પણે ભળી જવા માંગતો હતો. આયેશાએ એવી પણ આશા રાખી હતી કે ધવન અને તેની પુત્રીઓ વચ્ચે મજબૂત સંબંધ કાયમ રહેશે. ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા બાદ, ધવને આખરે 30 ઓક્ટોબર, 2012 ના રોજ આયેશા સાથે લગ્ન કર્યા

આયશા બંગાળી હોવા છતાં, તેણીએ ધવન સાથે શીખ ધર્મના રિવાજો અને પરંપરાઓ હેઠળ લગ્ન કર્યા હતા. ટીમ ઇન્ડિયાના ઘણા ક્રિકેટરો તેમના સાથી ખેલાડીના લગ્નમાં પહોંચ્યા હતા, જેમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. લગ્ન પછી, બંનેના સંબંધો ઘણા વર્ષો સુધી સારા રહ્યા.

એકવાર ઇન્ટરવ્યુમાં ધવનને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય આયેશાની બે દીકરીઓ સાથે સમસ્યા છે? ત્યારે ધવને કહ્યું હતું કે, ‘મને તેની સાથે ક્યારેય સમસ્યા નહોતી. જો વસ્તુ કુદરતથી થાય છે તે તમારા જીવનમાં નીચે પડે છે. હું નસીબવાળો છું કે મને બે પુત્રીઓ હતી. તેથી તે અચાનક મારા જીવનમાં આવી. આજે જે રીતે તે મને પ્રેમ કરે છે, હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું.

લગ્નના લગભગ બે વર્ષ પછી ધવન-આયેશાના જીવનમાં પ્રથમ ‘બેબી બોય’ આવ્યો. ફેમિલી ફ્રેમ ને કમ્પલીટ કરનાર આ બાળકનું નામ જોરાવર રાખ્યું. આ પછી ધવન ના તો સિર્ફ સંભાળ રાખનાર પતિ બન્યો, પણ ત્રણ બાળકોનો એક જવાબદાર પિતા બન્યો. આયેશાની મોટી પુત્રી આલિયા 20 વર્ષની છે અને તે ધવન કરતા માત્ર 15 વર્ષ નાની છે. આ પછી રિયા 15 અને જોરાવર 6 વર્ષનો છે.

આયેશાએ તાજેતરમાં જ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધવનથી છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટ જણાવે છે કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું ન હતું. કદાચ બંને હવે પહેલાની જેમ એક સાથે ખુશ ન હતા. સોશિયલ મીડિયા પર પણ એકબીજાને અનફોલો કર્યા.

Leave a Comment