શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે રાજીનામું આપ્યું, આર્થિક સંકટમાં શ્રીલંકામાં આજે આખા દેશમાં કર્ફ્યૂ….

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે રાજીનામું આપી દીધું છે. શ્રીલંકામાં ચાલી રહેલ આર્થિક સંકટની વચ્ચે તેમણે પોતાનું રાજીનામું આપ્યું છે. તેમણે ટવીટ કરીને જણાવ્યું છે કે હું તત્કાલ પ્રભાવથી પ્રધાનમંત્રી પદથી રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી દીધું છે. રાજીનામાં પહેલા તેમણે જનતાને સંયમ જળવવા માંતે અને લોકોને અપીલ કરી છે તેમણે કહ્યું છે કે લોકો ધ્યાનમાં રાખે કે હિંસાથી ફક્ત હિંસા જ વધશે.

 

તેમણે કહ્યું કે દેશમાં આર્થિક સંકટના સમાધાનની જરૂરત છે જેના માટે તેમની સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે ટવીટ કરી છે કે શ્રીલંકામાં ભાવનાઓનું જેર ફેલાઈ રહ્યું છે એવામાં જરૂરી છે કે સામાન્ય જનતા સંયમ બનાવી રાખે અને એ યાદ રાખે અને હું તેમને અપીલ કરું છું કે હિંસાથી ફક્ત હિંસા વધશે. આર્થિક સંકટમાં આપણે સમાધાનની જરૂરત છે જેના માટે આ પ્રશાસન આ પ્રશ્ન સોલ્વ કરવા માટે પ્રતિબધ્ધ છે.

 

આની પહેલા શ્રીલંકામાં આજે આખા દેશમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. સરકાર સમર્થક ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષના કાર્યાલયની બહાર પ્રદર્શનકરિયો પર હુમલો કર્યા પછી રાજધાની કોલંબોમાં સેનના જવાનોને ઊભા કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા છે. શુક્રવારએ રાષ્ટ્રપતિએ અપત્કાલિન ઘોષણા કરી દીધી હતી. આ બીજી વાર એવું થયું છે જ્યારે શ્રીલંકામાં લગભગ એક મહિનામાં આવી તત્કાલ પરિસ્થિતિ જાહેર કરી ઓય.

 

વર્ષ 1948માં બ્રિટનથી આઝાદી મળી પછી શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ગંભીર આર્થિક પરિસ્થિતિથી પસાર થયું છે. આ સંકટ મુખ્ય રૂપે વિદેશી મુદ્રાની કમીને લીધે ઊભું થયું છે. તેનો અર્થ થાય છે કે દેશ મુખ્ય ખાદ્ય પદાર્થ અને ઈંધણની આયાત કરવા માટે પૈસા આપી શકતું નથી. 9 એપ્રિલથી આખા શ્રીલંકામાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર છે, કેમ કે સરકાર પાસે આયાત માટેના પૈસા પૂરા થઈ ગયા છે. જરૂરી વસ્તુઓના ભાવ ખૂબ વધી ગયા છે.

Leave a Comment