શરદ પૂર્ણિમા પર વરસશે અમૃત, ચંદ્રની રોશનીમાં ખીર રાખવાથી થશે આ લાભ, વાંચો આ મંત્ર

 અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ તારીખથી પાનખર શરૂ થાય છે, તેથી જ તેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે પ્રેમ અને કલાથી ભરપૂર ભગવાન કૃષ્ણએ આ દિવસે મહારસનું સર્જન કર્યું હતું.જ્યોતિષીઓ અનુસાર, આ દિવસે ચંદ્ર સોળ કળાઓથી ભરેલો હોય છે અને ચંદ્રમાંથી અમૃતનો વરસાદ થાય છે. આ અમૃતવર્ષા જીવનમાં  ધન, પ્રેમ અને સ્વાસ્થ્ય આ ત્રણેયનું સુખ લઈને આવે છે. શરદ પૂર્ણિમા પર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી? શરદ પૂર્ણિમા પર, પાણી અને ફળોનો ત્યાગ કરો અને ઉપવાસ કરો.

જે લોકો ઉપવાસ નથી કરતા તેમણે માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ.શરીર શુદ્ધ થઈને તમને અમૃત પ્રાપ્ત થશે. શરદ પૂર્ણિમા ના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. સફેદ કે હળવા રંગના કપડાં પહેરો.  ચાંદ ની રોશનીમાં ખીર રાખવાનું વૈજ્ઞાનિક કારણ શરદ પૂર્ણિમાની રાત્રે અમૃતની વર્ષા થાય છે. એટલા માટે આ દિવસે ચાંદની રોશની માં ખીર રાખવાનું શુભ માનવામાં આવે છે.

આ ખીરને પ્રસાદ તરીકે લેવી જોઈએ. શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હોય છે.આવી સ્થિતિ માં ચંદ્રમાંથી નીકળતા કિરણો માં રહેલા રાસાયણિક તત્વ સીધા પૃથ્વી પર પડે છે, જેનાથી આ રાતે રાખેલા પ્રસાદમાં ચંદ્રમાંથી નીકળતા કિરણોમાં વિટામીન જેવા પોષક તત્વો પ્રસાદમાં સમાય જાય છે. બીજા દિવસે ખાલી પેટ આ પ્રસાદ લેવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.

ખીર કેવી રીતે તૈયાર કરવી?
શરદ પૂર્ણિમા પર ખીર બનાવવા માટે ગાયના દૂધ, ઘી અને ખાંડ નો ઉપયોગ કરવો. માં લક્ષ્મી ને આ ખીરનો ભોગ લગાવો. આ પછી ભોગ લગાવેલા પ્રસાદને ચંદ્રની રોશનીમાં રાખીને અને પછી બીજા દિવસે તેનું સેવન કરો. ખીરને કાચ, માટી અથવા ચાંદીના વાસણમાં જ રાખો. આ ખીરનું સેવન સૂર્યોદય પહેલા કરવું વધારે સારું છે. તમે તેને પ્રસાદ તરીકે પણ વહેંચી શકો છો.

ધન પ્રાપ્તિ માટે કરો આ દિવ્ય ઉપાય
શરદપૂર્ણિમા ની રાતે માં લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવો. તેને ગુલાબના ફૂલોની માળા અર્પણ કરો. સફેદ મીઠાઈ અને ગુલાબ અત્તર પણ અર્પણ કરો. આ પછી  “ॐ ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद महलक्ष्मये नमः” મંત્ર નો જપ કરો. આમ કરવાથી તમને ક્યારેય પૈસાની અછત રહેશે નહીં

 

 

 

 

 

 

Leave a Comment