વલથાણ ગામની સીમમાં સ્કૂલ બસ અને પરિવારની કાર વચ્ચે અકસ્માત, 62 વર્ષિય મહિલાનું મૃત્યુ, પરત ફરી રહ્યા હતા પૌત્રીના અસ્થી વિસર્જન કરીને…

ચોર્યાસી તાલુકાના ગભેણી ખાતે રહેતો ખલાસી પરિવાર પોતાની પૌત્રીનું મોત થયા બાદ તેની અસ્થિતિનું વિસર્જન કરી પરત ફરી રહ્યા હતાં . જે દરમિયાન વલથાણ ગામની સીમમાં સ્કૂલ બસ અને પરિવારની કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ખલાસી પરિવારની 62 વર્ષિય મહિલાનું મૃત્યુ થયું હતું.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાંં ગભેણી ગામે ટેકરા ફળીયામાંં રહેતા ડાહ્યાભાઇ નરસિંહભાઇ ખલાસી (67) ની સૌથી મોટી પુત્રી ડીમ્પલબહેનની પુત્રી મહિમાનું તાજેતરમાંં મોત થયું હતું જેથી મૃતકનાંં અસ્થિ વિસર્જન માટેે પોઇચા મંદિર વડોદરા જવાઇ રહ્યા હતાં. આ માટે 6 સભ્યો ડાહ્યાભાઇ નરસિંહભાઈ, પત્નિ સવિતાબેન ડાહ્યાભાઇ (62), પુત્ર જયેશભાઇ (48), જયેશભાઇની પુત્રી નિવૃતી (22), ડાહ્યાભાઇનો પૌત્ર સુજ્ઞેયભાઇ પ્રમોદભાઇ (22) તથા પૌત્રી શૃતી પ્રમોદભાઇ (20) શુક્રવારે સવારે સાતેક વાગેે અર્ટીગા ગાડીમાં પોઇચા જવા નીકળ્યા હતાં. ગાડી સુજ્ઞેય ચલાવતો હતો. પોઇચા ખાતે અસ્થિ વિસર્જન કરી પરિવાર પરત ગભેણી જવા રવાના થયા હતાં.

બપોરે આશરે 2.00 થી 2.30નાં ગાળામાં અમદાવાદથી મુંબઇ જતાં ત્યારે માંકણા ગામે વિધાથીઓને ઉતારી પાછી આવતી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની બસે અર્ટિગા કારને સાઇડે ટકકર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સવિતાબહેન ડાહ્યાભાઇ ખલાસી (62) નું માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાં સ્થળે જ મૃત્યુ થયું હતું.

જ્યારે કારમાં સવાર અન્યોને પણ ઇજા થતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત મહાવીર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. મૃતક સવિતાબેનનાં પુત્ર પમોદભાઇએ સ્કુલ બસનાં ચાલક વિરૂધ પોલીસ કેસ કર્યો હતો.

આ બસમાં 8 થી 10 બાળકો તેમજ બે શિક્ષકો અને ડ્રાઇવર કંડકટર હતા, પરંતુ સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી. માંકણા ગામનાં બે બાળકોને ઉતારવા ગયા હતા, અને ઉતારીને પરત આવતાં વલથાણ ગામ હાઇ વેનાં કટ પાસે હાઇવે ક્રોસ કરતી વખતે બસે કારને હડફેટે લીધી હતી.

Leave a Comment