અમદાવાદના નજીક આવેલા એક ગામમાં ખેડૂત પરિવારે લોન લીધી હતી .પરંતુ સરકારના નિયમ મુજબ આ વ્યક્તિ લોનની ભરપાઈ કર્યા બાદ બેંક ના કર્મચારીએ એનઓસી સર્ટિફિકેટ આપ્યું ન હતું ત્યાર બાદ આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
ખેડૂત પરિવાર ને લાગ્યું કે તે લોકોએ બેંકની તમામ લોન પૂર્ણ કરી દીધી છે. પરંતુ તે નો ડ્યું સર્ટિફિકેટ લેવા માટે બેંકમાં ગયા ત્યારે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેમને આપવાની ના પાડી દીધી હતી. અને કહ્યું હતું કે હજુ તમારે 31 પૈસા બાકી છે. તે માટે બેંક તરફથી તમને કોઈ સર્ટીફીકેટ આપવામાં આવશે નહીં. ત્યારબાદ આ વ્યક્તિ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કર્યો હતો અને આ કેસ સામે દરેક લોકો ખૂબ દંગ રહી ગયા હતા.
3
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંકના વકીલનું કહેવું છે કે 31 પૈસા બાકી છે? ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા આ મામલે આગામી સુનાવણી બે મેના રોજ કરવામાં આવશે.
જ્યારે હાઇકોર્ટમાં બેંકને પૂછવામાં આવ્યું ત્યારે બેંકની 31 પૈસાનો હિસાબ બાકી છે તેવું કારણ આપ્યું હતું. ત્યારબાદ ન્યાયાધીશ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં લોકોને હેરાન કરો છો. તેમજ તેમણે કહ્યું કે 50 પૈસા થી ઓછી રકમની ગણતરી કરવામાં ન આવી જોઈએ.