જીએસટી કાઉન્સિલ એ વધુ એક ઝટકો, સતત ભાવમાં વધારો, પેટ્રોલ અને ડીઝલ પછી આ માં વધારો…

દેશમાં મોંઘવારી સતત વધી જ રહી છે ત્યારે જીએસટી કાઉન્સિલ એ વધુ એક ઝટકો આપવા માટે તૈયારી કરી રહ્યું છે. કાઉન્સિલએ વધારે પડતી વસ્તુઓ પર ટેક્સ વધારવા માટે પ્રપોઝલ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આ ટેક્સમાં વધારાને કેન્દ્ર સરકારએ નવેમ્બર 2017 અને ડિસેમ્બર 2018માં ઓછા કરી દીધા હતા. હવે કેન્દ્ર સરકાર આ ટેક્સમાં ફરી વધારો કરી શકે છે. goods and services Tax એટલે કે જીએસટી કાઉન્સેલિંગના મે મહિનામાં થવાવાળી મિટિંગથી પહેલા રાજ્યમાં જીએસટી અંતર્ગત આવનાર 143 વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવાને લઈને પ્રતિભાવ માંગવી રહી છે.

 

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વસ્તુઓમાં ટીવી (32 ઇંચથી ઓછી સાઇઝ), પાવર બેન્ક, ઘડિયાળ, સૂટકેસ, પાપડ, ગોળ, હેન્ડબેગ્સ, અત્તર, ચોકલેટ, ચિવગ ગમ, અખરોટ, કસ્ટર્ડ પાવડર, નોન આલ્કોહોલિક ડ્રિંક, વોશ બેસિન, ચશ્મા, ચશ્માની ફ્રેમ, કપડાં અને ચામડાંથી બનેલ વસ્તુઓ બીજી ઘણું સામેલ છે.

 

મળેલ માહિતી પ્રમાણે 143 વસ્તુઓના ભાવમાં વધારો કરવાની અરજી આપવામાં આવી છે. તેમથી 92 ટકા વસ્તુઓ પર 18 થી 28 ટકા સુધી પરિવર્તન કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પરફ્યુમ, લેધરથી બનાવેલ વસ્તુઓ, લેમ્પસ, કોકો પાવડર, બ્યુટી અને મેક-અપનો સમાન, ફટાકડા, છોકલેટ્સ, સાઉન્ડ રેકોર્ડીંગ વસ્તુઓ પર જીએસટી દર નવેમ્બર 2017 માં ઘટાડો કરવામાં આવ્યો હતો. ટીવી અને કોંપ્યુટર મોનીટર, ડિઝિટલ એન્ડ વિડીયો કેમેરા રેકોર્ડર, પાવર બેન્ક પર ડિસેમ્બર 2018માં જીએસટી ઓછો કરવામાં આવ્યો હતો, જેને ફરીથી હવે એ જ સ્તર પર વધારો કરવા માટે લાવવાનું વિચાર શરૂ કરી દીધો છે.

 

એક્સપર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર જીએસટીના ન્યૂનતમ દરને 5 થી વધારીને 8 ટકા થઈ શકે છે. આની પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહેલ છે. તો બીજી બાજુ પાપડ અને ગોળ પર પણ જીએસટી લગાવી શકાય છે. આ વસ્તુઓ પર જીએસટી દર 0 થી 5 ટકા કરી શકે છે. તો બીજી બાજુ લેધર ક્લોથ, હેન્ડબેગ્સ, વોચ, પરફ્યુમ, પ્રી-શેવ / આફ્ટર શેવ, ડેન્ટલ ફલોસ, ચોકલેટ, કોકો પાવડર, વોશ બેસિન, કોલ્ડ ડ્રિંક, હેન્ડબેગ્સ જેવી વસ્તુઓ પર જીએસટી દર વધી 18 થી 28 ટકા કરી શકશે.

 

અખરોટ જેવા ડ્રાયફ્રુટ પર જીએસટી 5 થી વધારીને 12 સુધી કરી શકે છે. તો બીજી બાજુ આઇસક્રીમમાં વપરાય છે એ કસ્ટર્ડ પાવડર પર 5 થી 18 ટકાનો વધારો થઈ શકે છે. રસોડામાં વપરાતી લાકડાની વસ્તુઓમાં 12 ટકા થી વધીને 18 ટકા કરવાનો પ્લાન છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2022 સુધી જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડનો રેકોર્ડ છે.

Leave a Comment