જો તમારે  સાત જ્યોતિર્લિંગ ના દર્શન કરવા હોય તો IRCTC ની ભારત દર્શન સ્પેશ્યલ ટ્રેન એ ઓફર ચાલુ કરી છે, જવું હોય તો કરો આ નંબર પર બુકિંગ

કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવ્યા બાદ, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પ્રવાસી પ્રવાસો અને ધાર્મિક સ્થળોની મુલાકાતની તૈયારીઓ તેજ કરી દીધી છે. IRCTC ઓગસ્ટમાં લખનઉથી ભારત દર્શન ટ્રેન દોડાવશે.

આ ભારત દર્શન ટ્રેન સાત જ્યોતિર્લિંગ સાથે દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન પણ આપશે. જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે.

કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક પાપો નષ્ટ થઈ જાય છે. પુરાણો અનુસાર શિવજી જ્યાં-જ્યાં ખુદ પ્રગટ થયા તે બાર જગ્યાઓ પર સ્થિત શિવલિંગોને જ્યોતિર્લિંગોના રૂપમાં પૂજાય છે.

એવી માન્યતા છે કે આ જગ્યાઓ પર ભગવાન શિવ પોતે વિરાજમાન છે અને આ જગ્યાના દર્શનથી પાપમાંથી મુક્તિ મળે છે. જ્યોતિર્લિંગોની યાત્રામાં સામાન્ય રીતે સોમનાથના પ્રથમ દર્શન કરાય છે. આ મંદિરનો ૧૬ વખત વિનાશ કરાયો હતો અને તે વૈવિધ્યપૂર્ણ પરંપરા અને ઇતિહાસ ધરાવે છે.

તે પ્રભાસ-પાટણ (સોમનાથ – વેરાવળ) ખાતે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે. મહાકાલ, ઉજ્જૈન મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ એક જ એવું લિંગ છે જે દક્ષિણાભુમુખી છે અને મંદિરના ગર્ભગૃહની છત પર શ્રી રુદ્ર યંત્ર આવેલું છે. અહીં શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.

ઓમકારેશ્વર મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ટાપુ પર આવેલ છે અને મામલેશ્વર મંદિર જ્યોતિર્લિંગનો સમાવેશ કરે છે. આઈઆરસીટીસીની સાત જ્યોતિર્લિંગ ભારત દર્શન ટ્રેન 24 ઓગસ્ટે ઉપડશે. આ યાત્રા કુલ 13 દિવસની હશે.

ભારત દર્શન ટ્રેન 7 સપ્ટેમ્બરે પરત ફરશે. ટ્રેનમાં મુસાફરી શરૂ કરવાની સુવિધા ગોરખપુર, દેવરિયા, વારાણસી, જૈનપુર સિટી, સુલતાનપુર, લખનઉ, કાનપુર અને ઝાંસીથી મળશે. આ ટ્રેન ઉજ્જૈન જશે જ્યાં ઓમકારેશ્વર અને મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ જોવા મળશે.

આ પછી ટ્રેન કેવડિયા પહોંચશે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરવામાં આવશે. ટ્રેન અમદાવાદ ખાતે પણ રોકાશે. અહીં સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ તેને દ્વારકા મોકલવામાં આવશે. દ્વારકાધીશ અને સોમનાથ જ્યોતિર્લિંગની મુલાકાત લીધા બાદ ટ્રેન પુણે પહોંચશે.

અહીં ગૃહનેશ્વર અને પછી નાસિકમાં ત્ર્યંબકેશ્વર અને ઓરંગાબાદમાં ભીમાશંકર જ્યોતિર્લિંગની મુલાકાત લેવામાં આવશે. સ્લીપર કોચવાળી આ ટ્રેનમાં, આઈઆરસીટીસી ત્રણેય વખત શાકાહારી ખોરાક આપે છે, ધર્મશાળામાં રહેવા અને બસો દ્વારા સ્થાનિક પ્રવાસ માટે વ્યવસ્થા કરશે.

પેકેજ ફી પેસેન્જર દીઠ 12285 રૂપિયા હશે. IRCTC ની વેબસાઇટ પર બુકિંગ કરી શકાય છે. આ સિવાય IRCTC હેલ્પલાઇન નંબર 8287930908, 8287930909, 8287930910 અને 8287930911 પર પણ સંપર્ક કરી શકાય છે

 

Leave a Comment