સરકાર દ્વારા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે એક ટીમ બનાવવામાં આવી છે જે મહિલાઓને લગતા દરેક પ્રશ્નોનું સમાધાન ઓછા સમયમાં કરી આપે છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં સાસુ અને વહુ ના ઝગડા થી પતિ ખૂબ જ થાકી ગયો હતો. અને પત્ની જોડે છૂટાછેડા લેવા માટે તૈયાર થઈ ગયો હતો. તે સમયે પત્ની સુસાઇડ કરવાનો વિચાર આવ્યો હતો. અને સુસાઈડ નોટ પણ લખી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાસુ અને વહુ વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા જેના કારણે ઘર માં બધા લોકો ખૂબ જ કંટાળી ગયા હતા. દીકરાની માતા દ્વારા તેના દીકરાને છુટાછેડા લેવા માટે ખૂબ જ દબાણ કરવામાં આવતું હતું. તે સમય પત્ની ડિપ્રેશનમાં ચાલી ગયા હતી અને આપઘાત કરવાનો વિચાર કરી દીધો હતો. પરંતુ સમગ્ર મામલામાં ઘટના સ્થળ ઉપર અભયમ ની ટીમ બોલવામાં આવી હતી.
મહિલા દ્વારા આ ટીમને બોલાવવામાં આવી હતી. મહિલા ટીમ ને કોલ કરીને જણાવ્યું હતું કે જો મારો પતિ મને છોડી દેશે તો હું આત્મહત્યા કરવા મજબૂર બની જઈશ. જેથી કરીને આ ટીમ તેના પતિની સમજાવવા માટે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર આવી ગઈ હતી. 12 વર્ષ પહેલા આ દંપતીના લગ્ન થયા હતા અને આજે તેમને પાંચ વર્ષનો એક નાનકડો દીકરો પણ છે. તેમજ પતિ સરકારી નોકરી કરી રહ્યો છે.
દિવસેને દિવસે ઝઘડો ખૂબ જ વધી રહ્યો હતો તે માટે પતિ તેના પત્નીને પિયરમાં મૂકીને આવ્યો હતો જેથી કરીને થોડા દિવસ સુધી લડાઇ ઓછી થઈ જાય પરંતુ આ મહિલા આત્મહત્યા કરવા માટે ઉંદર ને મારવાની દવા જોડે રાખી હતી. અને સુસાઈડ નોટ પણ લખેલી હતી. ત્યારબાદ આ ટીમે બંને પક્ષના લોકોને સમજાવ્યા અને પત્ની માનસિક રીતે બીમાર છે કે સારી ન થાય ત્યાં સુધી તમારે તેના જોડે સારું વર્તન કરવું પડશે તેવો ચુકાદો આપ્યો છે.