રાજ્ય શ્રમ વિભાગે શ્રમિકોને દીકરીઓના લગ્ન માટે એક લાખ રૂપિયાનું અનુદાન આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો…

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ ની સરકાર તેને વચન પૂરા કરવા ઉપર કામ કરી રહી છે. ચૂંટણી સમયે લોકોને કરેલા વાયદા સો દિવસમાં પૂરા કરવાના ધ્યેય સાથે યોગી સરકાર દિવસરાત એક કરી રહી છે. તેમાં મજૂરો માટે કરવામાં આવેલા વાયદાને યોગી સરકાર પૂરું કરવાની તૈયારી કરી ચૂકી છે. આ વચનને પૂરું કરવા માટે યોગી સરકારે શ્રમિકોને દીકરીઓના લગ્ન માટે આપવામાં આવતી અનુદાનની રકમને વધારી દીધી છે. રાજ્ય શ્રમ વિભાગે હવે એક લાખ રૂપિયાનું અનુદાન આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના 1.43 કરોડ મજુર પરિવારોને ફાયદો થશે.

 

રાજ્ય શ્રમ વિભાગ હેઠળ નોંધાયેલા 1.43 કરોડ શ્રમિકો ના પરિવારની દીકરીઓના લગ્ન માટે સરકાર આર્થિક મદદ કરે છે. અત્યાર સુધીમાં આ રકમ 55000 ની હતી પરંતુ હવે તેને સરકારે વધારીને 1 લાખ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. કારણ કે આ ભૂતો ચૂંટણીના ઘોષણાપત્રમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. અને હવે સરકાર તેને 100 દિવસના કાર્યકાળમાં પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે.

 

રાજ્ય શ્રમ વિભાગ હેઠળ કન્યા વિવાહ સહાયતા યોજના હેઠળ શ્રમિક તરીકે નોંધાયેલા પરિવારની દીકરીઓના લગ્ન માં સરકાર આર્થિક મદદ કરે છે. સિંગલ વિવાહ માટે અત્યાર સુધી સરકાર 55 હજાર રૂપિયા અનુદાન તરીકે આપતી હતી. પરંતુ જો હવે આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો પરિવારને એક લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સામૂહિક વિવાહમાં થતાં લગ્ન માટે સરકાર 65,000 રૂપિયા આપતી હતી. પરંતુ હવે તેને પણ વધારીને 1.17 લાખ રૂપિયા કરવાની યોજના બનાવવામાં આવી છે. સમૂહ લગ્નમાં વર અને કન્યાના કપડા માટે 10,000 અને અન્ય વ્યવસ્થાઓ માટે 7000 વધારાના આપવામાં આવે છે.

 

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ની સરકાર બીજીવાર બની છે. તેવામાં હવે સરકારે જે વાયદા લોકોને ચૂંટણીપ્રચાર સમયે કર્યા હતા તેને પૂરા કરવા માટે સરકાર ધ્યાન આપી રહી છે. ઘોષણા પત્રમાં કરેલા વાયદા ને સરકાર સો દિવસમાં જ પૂર્ણ કરવા તૈયારી કરી રહી છે કારણ કે 2024 માં લોકસભાની ચૂંટણી પણ થવાની છે.

 

આ યોજના અંતર્ગત ગરીબ યુવતીઓના લગ્ન માટે યોગી સરકારે વર્ષ 2017-18 માં 240 લાભાર્થીઓને 36 લાખ રૂપિયા, વર્ષ 2018-19 માં 164 લાભાર્થીઓને 24 લાખથી વધુ રૂપિયા, વર્ષ 2019-20માં 154 લાભાર્થીઓને 23.1 લાખ રૂપિયા અને વર્ષ 2020-21માં 74 લાભાર્થીને 11.1 લાખ, વર્ષ 2021-22 માં 137 લાભાર્થીને અનુ દાન કરવામાં આવ્યું છે. આ રીતે યોગી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 769 શ્રમિક પરિવારની દિકરીઓને લગ્ન માટે મદદ કરી છે.

Leave a Comment