તમારે બિઝનેસ ખોલવો હોય તો મુંજાવાની જરૂર નથી, સરકાર કરશે તમને મદદ, કમાઈ શકશો લાખો રૂપિયા…

જો તમે પણ નોકરી કરીને થાકી ગયા હોય તો પોતાનો ધંધો શરૂ કરવા માટે એક સારી તક મળી છે. આ ધંધાની શરૂઆત માં સરકાર તમને આર્થિક રીતે મદદ કરશે. જો તમારા જોડે વધુ પૈસા ન હોય તો સરકાર તમને કેટલાક પૈસા આપશે આ ધંધો સ્થાપિત કરવા માટે.

 

કટલરીના ધંધામાં મળશે આર્થિક રીતે મદદ:  જો તમારે કટલરી બનાવવાનો ધંધો કરવાનો વિચાર છે. તો તમને સરકાર તરફથી પ્રધાનમંત્રી મુદ્રા લોન આપવામાં આવશે. તેમજ કટલરી સમાન્ય રીતે દરેક ઘરમાં જરૂર પડતી હોય છે. તેમજ લગ્ન પ્રસંગે તો તેની માંગ ખુબ વધી જતી હોય છે. તેમજ રોજીંદા જીવનમાં જરૂર પડતાં કેટલાક રસોડામાં ઉપયોગ આવતા વાસણો નો ધંધો પણ તમે કરી શકો છો.

 

ધંધામાં કેટલું રોકાણ કરવું?:  કટલરી બનાવવા માટે તમારે ખૂબ જ ઓછા પૈસા ની જરૂર પડશે. આ માટે તમારે દોઢ લાખ રૂપિયા ખર્ચવા પડશે જેમાંથી એક લાખ ૧૪ હજાર રૂપિયા સરકાર તરફથી લોન પેટે પાછા મળશે. આ પૈસાથી તમે ધંધામાં જરૂર આવતા કેટલાક સાધનો ખરીદી શકો છો તેમજ મેન્યુફેક્ચર યુનિટ બનાવી શકો છો.

 

લોન ભર્યા બાદ થશે ખૂબ જ નફો:  ત્યારબાદ તમારા ધંધાના થોડા સમય બાદ તમે દર મહિને ૧૫થી ૨૦ હજાર રૂપિયા આરામથી કમાઇ શકશો.

Leave a Comment