સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ વચ્ચે શામિલા સામન્થા અને નાગા ચૈતન્યના લગ્નજીવનમાં અણબનાવના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા. તમામ અટકળો વચ્ચે, હવે બંનેએ તેમના સંબધ ની સચાઈ જાહેર કરી દીધી છે. સામન્થા અને નાગા ચૈતન્ય અલગ થઈ ગયા છે.
નાગા અને સામન્થાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના લગ્ન તૂટવાની ખબર આપી છે. સામન્થાએ તેના નિવેદનમાં લખ્યું – ખુબ વિચાર પછી મેં અને ચૈતન્યએ પતિ -પત્ની તરીકે અમારી રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સૌભાગ્યશાળી છીએ કે અમારી એક દાયકાની જૂની મિત્રતા છે જે અમારા સંબંધ નો પાયો છે.
“અમે અમારા ફ્રેન્ડ, શુભેચ્છકો અને મીડિયાને અપીલ કરીએ છીએ કે તેઓ આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે. અને જીવનમાં આગળ વધવા માટે અમને પ્રાઇવ્સી આપો. તમારા બધાના સપોર્ટ માટે આભાર. “તમે જાણો છો, 2017 માં સામન્થા અને નાગા ચૈતન્યના લગ્ન ધામધૂમથી થયા હતા.
સામન્થા અને નાગાની સુપરહિટ જોડીના બ્રેકઅપને કારણે તેના ફ્રેન્ડ ખૂબ નિરાશ છે. તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી, વાસ્તવિક અને રીલ બંનેમાં. સામન્થા અને નાગા કપલ ગોલ્સ આપતા હતા. આવી સ્થિતિમાં બંનેના અલગ થવાના ફેસલાથી ફ્રેન્ડને મોટો ફટકો પડ્યો છે.બંનેના લગ્ન જીવન માં દરારની ખબરો ત્યારથી આવવાની ચાલુ થઇ હતી જયારે સામન્થાએ તેના ટ્વિટર એકાઉન્ટ ના નામ પરથી તેના પતિ નાગા ચૈતન્યની ની અટક ને દુર કરી.
લગ્ન પછી, સમંથાએ તેનું નામ બદલીને સામન્થા અક્કીનેની રાખ્યું હતું. એવી અટકળો ચાલી રહી હતી કે સામન્થા અને નાગા અલગ અલગ રહેવા લાગ્યા છે અને તે એકબીજા સાથે વાત પણ નથી કરતા. મીડિયામાં બંનેના છૂટાછેડાના સમાચારની ખબર હેડલાઇન્સ બની હતી. એક ઇન્ટરવ્યુ માં જયારે સામન્થાને છુટાછેડા વિશે પૂછ્યું ત્યારે તેને કંઈપણ કહ્યું નહિ.
અલગ થવાની ખબરો વચ્ચે જયારે સામન્થા તેના સસરા એટલે કે નાગા ચૈતન્યના પિતા નાગાર્જુનની બર્થડે પાર્ટી માં ગઈ ન હતી. ત્યારે કપલના અલગ થવાના સમાચાર વધુ તીવ્ર બની ગયા. સમન્થા અને નાગાએ હવે તમામ અટકળોનો અંત લાવીને અલગ થવાની જાહેરાત કરી છે.
2010 માં ફિલ્મ Ye Maaya Chesave માં સાથે કામ કર્યા પછી સામન્થા અને નાગાની વચ્ચે ડેટિંગ ચાલુ થઇ હતી. આ પછી, તેઓએ ગોવામાં હિન્દુ વિધિ અનુસાર 6 ઓક્ટોબર 2017 ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 7 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી રિવાજ મુજબ લગ્ન થયા હતા.પરંતુ કોણ જાણતું હતું કે તેમના લગ્ન માત્ર 4 વર્ષ ચાલશે. બંનેએ ઘણી ફિલ્મો અને જાહેરાતોમાં સાથે કામ કર્યું છે.