સલમાન ખાન પ્રોફેસનલ લાઈફમાં પોતાનું સમર્પણ બતાવે છે, પરંતુ અભિનેતા પરિવારના દરેક સભ્ય સાથે ખુબ જ ખાસ બોન્ડીંગ ધરાવે છે. તાજેતરમાં સલમાન તેના ભત્રીજા નીરવ ખાન સાથે રશિયામાં ફરતો જોવા મળ્યો હતો. તેણે આ ફોટો ઇન્સટાગ્રામ પર શેર કર્યો છે. બંને કાકા – ભત્રીજાની જોડી શાનદાર લાગી રહી છે.
સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર ૩ ના શુટિંગ માટે રશિયામાં છે. શૂટ ની વચ્ચે સમય કાઢીને તે નિર્વાણ ની સાથે સમય પસાર કરી રહ્યા છે. તેણે પોતાની તસ્વીર શેર કરી લખ્યું ‘કાકા- ભત્રીજા’.. આ તસ્વીરની રસપ્રદ વાત એ છે કે યુઝર્સે કાકા સલમાનને તેના ભત્રીજા નિર્વાણ કરતા વધારે હેન્ડસમ કહ્યા. અને આમાં ઘણા લોકોએ કમેન્ટ કરી ને કહ્યું કે ‘સલમાન વધારે હેન્ડસમ લાગે છે.’ જોકે કેટલાક લોકોએ સલમાનના પરિવારને સારો પણ કહ્યો છે.
તસ્વીર માં સલમાન કેઝ્યુઅલ ડેનીમ અને સફેદ પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. તેણે તેની સાથે તેની સિગ્નેચર કેપ પણ પહેરી છે. બીજી તરફ, નિર્વાણ લેધર નું જેકેટ અને બેગી પેન્ટ્સ માં જોવા મળ્યા.
નિર્વાણ એ પણ રશિયાથી તેનો ફોટો શેર કર્યો. બ્લેક અને વ્હાઈટ બ્લર તસ્વીર માં તે અરીસા સામે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. તેને પોતાની તસ્વીર દ્વારા રશિયાનું હવામાન જણાવ્યું છે. તે લખે છે કે ‘ઠંડી હવાની અસર’.
તમને જણાવી દઈએ કે નિર્વાણ ખાન સલમાનના ભાઈ સોહેલ ખાન અને સીમા ખાનનો પુત્ર છે. રીપોર્ટ મુજબ, નિર્વાણ ફિલ્મ ક્ષેત્ર માં રસ ધરાવે છે. અને આ જ કારણ છે કે તે ટાઈગર ૩ માં આસિસ્ટન્ટ ડીરેક્ટરના કામનો અનુભવ લેવા માટે સલમાન ખાન સાથે રશિયા ગયો છે.
નિર્વાણ પહેલા પણ કાકા સલમાનની પોસ્ટ માં દેખાયા હતા.સલમાને તેના પરિવાર સાથે અનેક પ્રસંગો પર તસ્વીર શેર કરી છે, જેમાં નિર્વાણ સિવાય બીજા અન્ય ભત્રીજા અને ભાણ્યા ની સાથે જોવા મળ્યો હતો. અભિનેતા તેના ભત્રીજા અને ભાણ્યા ને ખુબ પસંદ કરે છે.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ માં કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી પણ છે. તેનું નિર્દેશન માનીશ શર્મા કરી રહ્યા છે. રશિયામાં ફિલ્મ નું શુટિંગ પૂરું કાર્ય પછી સલમાન અને તેની ટીમ તુર્કી અને ઓસ્ટ્રેલીયા જશે. ટાઈગર ૩ સિવાય સલમાન મહેશ માંજરેકરની ફિલ્મ અંતિમ:ધ ફાઈનલ ટ્રુથ અને કિક ૨ માં કામ કરશે. અંતિમ:ધ ફાઈનલ ટ્રુથ માં સલમાન નો ફર્સ્ટ લુક પણ બહાર આવ્યો છે જેમાં અભિનેતા પાઘડી પહેરેલા સરદારના લુકમાં જોવા મળ્યા હતા.