બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને આપી ધમકી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ; સલમાન અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધો દરમિયાન ઉલ્લેખ, સોમી અલી શું કેહવા માંગે છે જાણો…

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ આજે તેના ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે અને પરેશાન કરી દીધા છે. સોમી અલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ‘આતે-જાતે’ ગીત પરથી લેવામાં આવ્યો છે. આ તસવીરમાં સલમાન અને ભાગ્યશ્રીનો ચહેરો બતાવવાને બદલે માત્ર તેમનો પડછાયો જ દેખાય છે.

આ પોસ્ટમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ટેગ કર્યું છે. આ પોસ્ટ શેર કરતી વખતે સોમી અલીએ સલમાન ખાનનું નામ લીધા વિના તેને એક્સપોઝ કરવાની ધમકી આપી છે. સોમીની આ ધમકીથી ફિલ્મી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે

સોમી અલીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે, સોમીએ આ પોસ્ટ પર લિમિટેડ કોમેન્ટ એક્સેસ આપી છે એટલે કે સોમી અલીને ફૉલો કરનારા લોકો જ તેની પોસ્ટની નીચે કૉમેન્ટ કરી શકે છે. આ કારણે તે સલમાન ખાનના ફેન્સના હાથે ટ્રોલ થવાથી બચી ગઈ છે, પરંતુ હવે દરેક વ્યક્તિ એ જાણવાની કોશિશ કરી રહી છે કે સોમી અલી કયા ખુલાસાનો ઉલ્લેખ કરી રહી છે.

આ પોસ્ટમાં સોમી અલીએ લખ્યું છે કે બોલિવૂડના હાર્વે વેઈનસ્ટીન. તમે ખુલ્લા પડી જશો. તમે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, તેઓ ચોક્કસ એક દિવસ દુનિયાની સામે આવશે અને સત્ય બધાની સામે આવશે. ઐશ્વર્યા બચ્ચનની જેમ.

આ પોસ્ટમાં ક્યાંય પણ સલમાન ખાનનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ તેણે જે સિલુએટનો ફોટો શેર કર્યો છે તે સલમાનની ફિલ્મમાંથી લેવામાં આવ્યો હોવાની પુષ્ટિ થાય છે. સોમી અલીએ સલમાન ખાનની સીધી તુલના હાર્વે વેઈનસ્ટીન સાથે કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

હાર્વે વેઈનસ્ટીન એક અમેરિકન ફિલ્મ નિર્માતા છે જે જાતીય શોષણ માટે સજા ભોગવી રહ્યો છે. 2020માં તેને 23 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 80 થી વધુ મહિલાઓએ હાર્વે પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમના પર આરોપ લગાવનારી આ મહિલાઓમાં હોલિવૂડ અભિનેત્રી જેસિકા માન, હાર્વે વેઈનસ્ટીનની પૂર્વ સહાયક મીમી હેલીનો સમાવેશ થાય છે. જ્યારે તેણીને સજા થઈ ત્યારે હોલીવુડની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓએ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે. સોમી અલીથી લઈને સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય સુધી, તેનું નામ કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે. સલમાન અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધો દરમિયાન, એવા અહેવાલો આવ્યા હતા કે તેણે ઐશ્વર્યા પર હુમલો કર્યો હતો, પરંતુ બંને તરફથી આ વાતની પુષ્ટિ થઈ નથી.

Leave a Comment