સુરતમા ડભોલી વિસ્તારની એક બિલ્ડિંગમાં કોઇ કારણોસર લાગી ભયંકર આગ, અંદાજે જેટલા 20 બાળકો ફસાયા…

સુરતમા ડભોલી વિસ્તારની એક બિલ્ડિંગમાં કોઇ કારણોસર આગનો બનાવ બન્યો હતો. બિલ્ડીંગના બેઝમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી.

જેનો ધુમાડો દૂર દૂરથી દેખાતો હતો. આથી ઉપરના માળમાં રહેતા લોકો લોકો ફસાય ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓ પણ હતા. અંદાજે 20 બાળકો ત્રીજા માળે ફસાયા હતા. આગ લાગતા ભારે હાલાકી સર્જાય હતી.

આ બનાવ બનતા તાત્કાલિક ફાયર વિભાગ કામ પર લાગી ગયો હતો . ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી પૂર્ણ કરી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટના બનતા તક્ષશિલા જેવી ઘટના બનતા રહી ગઇ. જેને લઇને મોટી દુર્ઘટના બનતા રહી ગઇ અને કોઈ જાનહાની થઈ નથી.

ફાયર વિભાગે બચાવ કામગીરી માટે હાઇડ્રોલિક સીડીની મદદ લીધી હતી. જેના દ્વારા લોકોનું રેસ્ક્યૂ શક્ય બન્યું હતું . મહામહેનતથી ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતા મોટું નુકસાન ટાળી શકાયું હતું.

ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરાઈ છે. આગ લાગવાનું કારણ શોધવાના પ્રયાસો ચાલુ છે.

તો સાથે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નિયમો ચકાસવામાં આવશે. GEBના ટ્રાન્સફોર્મરનું ઓઇલ લિકેજ આગનું કારણ હોઈ શકે છે.

Leave a Comment