કોરોના એ તો ભારત અને બીજા બધા દેશો માં કાળો કેર વર્તાવ્યો છે અને એમાં પણ બીજી લહેર તો ખુબ જ ભયંકર છે. આ વાયરસે ખુબ ખરાબ સમય બતાવ્યો. દેશના લોકોએ ઘણી બધી મુશ્કેલી નો સામનો કર્યો છે જેમ કે હોસ્પિટલ માં બેડ ની અછત, સારવાર માટે પણ હોસ્પિટલ ની બહાર લાઈન, ઓક્સીજન ની અછત અને સ્મસાન ગૃહ માં પણ લાંબી લાઈનો લાગી હતી. હવે એમાં પણ વૈજ્ઞાનિકો એ કોરોના ની ત્રીજી લહેર ની જાહેરાત કરી છે. એમાં પણ આ તહેવાર ના મહિના માં જ કોરોના ની ત્રીજી લહેર આવવાનું ચાલુ પણ થઇ ગયું છે.
આ મહિના માં રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો ઉજવવામાં આવશે. પરંતુ આ કોરોના ની ત્રીજી લહેર હશે તો એના પર પણ પ્રતિબંધ લાગશે અને બધા રાજ્યોએ પોતાની સીમમાં પ્રવેશ કરવા માટે નિયમો પણ નક્કી કરશે. અને અમુક રાજ્યો માં વેક્સીન નું સર્ટીફીકેટ માગશે અથવા તો RT- PCR નો રિપોર્ટ માગશે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ નિયમ ક્યાં રાજ્યો માં લાગુ પડ્યા છે ક્યાં રિપોર્ટ માગશે.
કર્ણાટક ની સરકારે જણાવ્યું કે કેરળ અને મહારાષ્ટ્ર માંથી જે લોકો આવશે તેનો RT- PCR નો રિપોર્ટ નેગેટીવ હોવો જોઇશે તો જ અંદર જવા મળશે. અને છતીસગઢ ની સરકારે રાજ્ય માં પ્લેન માંથી આવતા મુસાફરો માટે સવારના ૯૬ કલાક પહેલા કરવામાં આવતા RT- PCR રિપોર્ટ નેગેટીવ હોવો જોઈએ. અને બધા જ રાજ્યો માં વધતા કોરોના ના આ કાળ માં હિમાચલ પ્રદેશે પણ રાજ્ય માં આવતા લોકો માટે RT- PCR રિપોર્ટ ફરજીયાત કરાવેલો હોવો જોઈએ.
જયારે તમે કોરોના ની વેક્સીન ના એક કે બે ડોઝ મુકાવી દીધા હોય તો તેનું સર્ટીફીકેટ પણ સાથે લઇ ને જઈ શકો છો અને જયારે RT- PCR રિપોર્ટ નેગેટીવ હશે તો જ કેરળ ના લોકો તમિલનાડુ માં જઈ શકશે. કેરળ માં ઘણા કેસ હોવાને કારણે ગોવા માં પણ RT- PCR નો રીપોર્ટ ખુબ જ જરૂરી છે અને પશ્ચિમ બંગાળ ની સરકારે પણ તેની બોર્ડેર પર RT- PCR રિપોર્ટ વગર મુંબઈ અને ચેન્નઈ થી આવતા લોકો માટે મનાઈ કરેલી છે.
જેણે વેક્સીન નો પહેલો ડોઝ લીધો હોય તે લોકો ને રાજસ્થાન અને નાગાલેંડ માં RT- PCR રિપોર્ટ ની જરૂર નથી. RT- PCR રિપોર્ટ ની આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢ માં જરૂર નથી. અને વેક્સીન ના બંને ડોઝ લીધા હોય તો મહારાષ્ટ્ર, મણીપુર, ઓરિસ્સા, ત્રિપુરા અને ઉતરાખંડ માં તમને RT- PCR રિપોર્ટ ની જરૂર નથી.