કુંદન ના ઝૂમકા, મોતીના હાર, કઈક આવું હતું રિયા કપૂર નો બ્રાઈડલ લુક

સોનમ કપૂર ની બહેન રિયા કપૂરે લગ્ન બાદ તેને તેની બ્રાઈડલ લુક ફોટા શેર કર્યા હતા. ફેશન માટે આતુર નજર રાખતી રિયા એ તેના ખાસ દિવસ માટે ખુબ જ સિલેક્ટ રહી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફોટા ની સાથે તેના કપડા અને જવેલરીની બધી જ માહિતી શેર કરી હતી.

રિયાએ લગ્ન માટે ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડીઝાઇન કરેલી સાડી પસંદ કરેલી હતી. દોરા ના વર્ક સાથે ક્લાસિક સફેદ સાડીમાં રિયા બાલા ખુબ સુંદર લાગી રહી હતી.એમ્બ્રોઇડરી ની સાથે આ સાડી માં આરીવર્ક અને ગોલ્ડ વર્ક કરવામાં આવ્યું હતું. તેની સાથે રિયા એ હાલ્ફ સ્લીવ નું બ્લાઉસ પેર્યું હતું.

સાડી ની સાથે તેણે માથા પર એક અલગથી દુપટ્ટો પણ નાખ્યો હતો. બીદીચંદ ઘનશ્યામદાસ દ્વારા ડીઝાઇન કરેલા આ દુપટ્ટા એક વેલ ની જેવો હતો જેમાં મોતી નું કામ ખુબ ઝીણવટથી અને ફીનીશીંગ ની સાથે કરવામાં આવ્યું હતું.

પોતાના બ્રાઈડલ લુક ને રિયા એ મોતી અને કુંદન ની જવેલરી થી કમ્પ્લીટ કર્યો હતો. આ જવેલરી તેની માતા સુનીતા કપૂર ના ડીઝાઇનર નું કલેકશન હતું. સાથે તેણે ડાયમંડ વાળો નેકલેસ પણ પેર્યો હતો. કાન માં કુંદન ના ઝૂમકા અને ફાઈનલ ટચ આપતી સુંદર બંગડીઓ. રિયા એ સૌથી વધુ આંખ ના મેકઅપ પર ફોકસ કર્યું હતું. રિયા એ આંખ માટે મેટ મેકઅપ નો ઉપયોગ કર્યો હતો. હેર સ્ટાઇલ ને તેને વચ્ચે થી ભાગ પાડીને ખુલ્લા રાખ્યા હતા.

રિયાના પતિ કરણ બુલાણીએ લગ્ન માટે મિક્સ દોરાનું વર્ક, મેચિંગ કુર્તા અને આઈવરી બ્રીચ નું પેન્ટ સિલેક્ટ કર્યું હતું. કૃણાલ રાવલ ની આ ભવ્ય ડીઝાઇન માં કરણ નો વરાજાનો લુક તેને શોભી રહ્યો હતો.

રિયાના લગ્ન માં તેની બહેન સોનમ કપૂર અને તેના જીજા આનંદ આહુજા પણ ખુબ સુંદર લાગી રહ્યા હતા. સોનમે સોફ્ટ બ્લુ અનારકલી ડ્રેસ પેર્યો હતો. ગલા ની પાસે સિલવર ગોટા પટી વર્ક અને પિંક ફલોરલ એમ્બ્રોઇડરી વાળા આ અનારકલી સુટ માં સોનમ કમાલ ની લાગી રહી હતી. તેની સાથે તેને કુંદન, પર્લ અને નીલમણી વાળો માંગટીકો પેર્યો હતો.

રિયાના લગ્ન ના રિસેપ્શનમાં વેસ્ટર્ન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. આ ફંકશનમાં સોનમે બ્લેક વનપીસ સિલેક્ટ કર્યું હતું. આ ડ્રેસ માં સોનમ ખુબ સરસ લાગતી હતી. તમને જણાવી દઈએ કે રિયા અને કરણ બુલાનીના પ્રેમ સબંધ ની શરુઆત આયેશા ફિલ્મના સેટ પર થઇ હતી.રિયા એ ફિલ્મના નવ વર્ષ પુરા થવા પર એક પોસ્ટ શેર કરી અને કરણ ને પોતાનો પહેલો પ્રેમ કહ્યો હતો. તેજ સમયે કરણે રિયા સાથેની લવસ્ટોરી પણ કહી હતી.

 

Leave a Comment