અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી famous રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં લાગી ભયંકર આગ…

અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગના લીધે આસપાસ આવેલી 3-4 દુકાનો પણ લપેટામાં આવી ચડી હતી.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 4 ટીમ પહોંચીને તાત્કાલિક આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

ગેસ સિલિડરને કારણે મોટો બ્લાસ્ટ પણ થયો હતો. જોત જોતાંમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. બીજી તરફ લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી.

ભીડભાળ વાળો એરિયા હોવાથી ફાયર ટીમ પણ આગને કાબૂમાં લેવા પરેશાની થઈ રહી છે. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અવાજ દૂર સુધી આવ્યો હતો. પણ સદનસીબે હાલ સુધીમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગુજરાતના મોટા મોટા સીટીઓમાં દર બીજા દિવસે આગની ઘટનાઓ બની રહી છે ત્યારે તંત્રને જવાબદારી શૂન્ય થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

મોટી મોટી બિલ્ડીંગ, કોમ્પ્લેક્સ , હોસ્પિટલોમાં અને ભીડભાડવાળી જગ્યાઓ માં ફાયર સેફટીના નિયમોનું પાલન થઈ રહ્યું નથી જ્યારે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે તો પણ મનપા કોઈ એક્શન લઈ રહી નથી.

Leave a Comment