મિત્રો, હાલ ઉત્તરાખંડમા એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે થોડા સમય માટે આશ્ચર્યમા તો મુકાઈ જશો પરંતુ, તેની સાથે તમને હસવુ પણ આવશે. આ ઉપરાંત તમને એ વિચારીને દુ:ખ પણ થશે કે, કોઈ વ્યક્તિ રાતોરાત કરોડપતિ કેવી રીતે બની શકે?
આજે આ લેખમા અમે એક ભિખારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, ક્ષણભરમા જ કરોડપતિ બની ગયો. આ વાત સાંભળ્યા બાદ તમને એવો વિચાર આવશે કે, કા તો આ ભિખારીએ કોઈના ઘર પર લૂંટ ચલાવી હશે, કા તો પછી તેને લોટરી લાગી હશે.
આજે અમે તમને જે સત્ય કહેવા જઈ રહ્યા છીએ તે વાંચ્યા પછી તમારા મનમા તમને ચોક્કસપણે એક જ વિચાર આવશે કે, ભગવાન દરેકનો ન્યાય કરે છે. વાસ્તવમા ઘટના કઈક એવી બની હતી કે, પિતાની ગેરહાજરીમા જ એક પુત્રએ એક ગાદલુ ભિક્ષુકને દાનમા આપી દીધુ.
ત્યારબાદ જ્યારે પિતા પોતાના ઘરે પરત ફર્યા અને જ્યારે તેમને ખ્યાલ પડ્યો કે, આ ગાદલુ તો ભિખારી લઈ ચુક્યો છે. ત્યારે તેમણે ઘરના સદસ્યોને ગાદલામા રાખેલી રકમ વિશે જાણકારી મળી કે, જે તેણે ગાદલામા છુપાવીને રાખ્યા હતા. આ રકમ અંગેની જાણ થતા જ આખુ પરિવાર ચોંકી ઉઠ્યુ હતુ.
પિતાએ ૪૦ લાખ રૂપિયા આ ગાદલામા મુક્યા હતા. પિતા ઘરે આવ્યા ત્યારબાદ ત્રણ દિવસ સુધી પિતા અને પુત્ર ગાદલા લઈ જનારા ભિખારીની શોધમા આખા શહેરમા ભટકવા લાગ્યા. આ વાત ત્રણ દિવસ પહેલાની છે. શિવલિક નગરના એક યુવક સ્મશાનસ્થળ પાસે દરિન્દ્ર ભંજન પહોંચ્યો હતો.
તે યુવકે મંદિરની બહાર બેઠેલા એક ભિખારીને એક ગાદલુ દાન કર્યું. આ ભિક્ષુકનો ઇનકાર હોવા છતાં તેણે તે ગાદલું આપ્યું. છેવટે, ભિક્ષુક ગાદલું લઈ ગયો અને ચાલ્યો ગયો. જે દિવસે યુવકના પિતા સાંજે ઘરે આવ્યા ત્યારે તેમણે જોયુ કે, ગાદલુ ક્યાંય નથી.
તેણે અસ્વસ્થ થઈને ગાદલુ શોધવા માટેના અનેકવિધ પ્રયાસ શરૂ કર્યા. આ તપાસ દરમિયાન પુત્રએ પિતાને જણાવ્યું કે, ગાદલુ વધારે પડતુ ખરાબ હતું, તેથી તેણે તે ગાદલું ભિખારીને આપ્યુ. આ સાંભળીને પિતા ચોંકી ઉઠ્યા અને તેમણે તેના પુત્રને જણાવ્યુ કે, તેણે તેમા ૪૦ લાખ રૂપિયા રાખ્યા છે.
આ સાંભળીને પિતા અને પુત્ર બંને દોડતા-દોડતા મંદિરની તરફ પહોંચ્યા અને બંનેને જ્યારે ખ્યાલ પડ્યો કે, ભિક્ષુક ત્યા બેઠો છે પરંતુ, તેમને ખ્યાલ ના હતો કે, તેની મુશ્કેલી વધવાની છે. આ ભિક્ષુકને ગાદલા વિશે પૂછતા ખ્યાલ પડ્યો કે, તેણે આ ગાદલુ બીજા ભિખારીને આપ્યું હતું. તેને ભાગ્યની જ રમત તમે કહી શકો કે, જે જેના નસીબમા હતુ તે તેની પાસે પહોંચ્યું.
એક ભિખારીની શોધમા પિતા અને પુત્રએ આખુ શહેર ફંફોળી નાખ્યુ પરંતુ, તે ભિક્ષુક હજુ સુધી તેમને મળ્યો નથી. તેની શોધ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. સમગ્ર વિસ્તારમા આ બાબત અંગેની ચર્ચા થાય છે. જો કે, પોલીસમા હજી સુધી આ અંગે કોઈ રિપોર્ટ નોંધવામાં આવ્યો નથી.