ઉત્તર પ્રદેશમાં રહેતા એક મુસ્લિમ પરિવારે અયોધ્યામાં બનતા રામ મંદિરના નિર્માણ માટે ૯૦ લાખ રૂપિયા ની સંપત્તિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને આપવાની ઘોષણા કરી છે. આ પરિવાર દ્વારા સમાજમાં એક પહેલ કરવામાં આવી છે તેમજ તે સાબિત કરવા માંગે છે કે તે પણ ભારત દેશને ખૂબ પ્રેમ કરે છે.
આ વ્યક્તિનું નામ મોહમ્મદ છે. તેમજ તે ડોક્ટર છે અને તેને ૯૦ લાખ રૂપિયાની સંપત્તિ રામ મંદિર માં આપવાની ઘોષણા કરી છે. આ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમજ મોહમ્મદ ભાજપા મુખ્ય પ્રદેશ મંત્રી રહી ચૂક્યા છે.
મોમ્મદે જણાવ્યું કે અયોધ્યામાં બનતા રામ મંદિર સહયોગ કરવા માટે તે પોતાને ભેગી કરેલી સંપત્તિ દાનમાં આપવા ઈચ્છે છે. તેમજ કે સમગ્ર દેશમાં એક સંદેશ ફેલાવવા માગે છે અને દરેક લોકો ભેગા થઈને આગળ વધવું જોઈએ કોઈ ધર્મ વિરુદ્ધ કાર્ય કરવું જોઈએ નહીં. તેમજ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ આપણા ભાઇ બહેન છે તેવું માનીને આપને એક જૂથ થઈને રહેવું જોઈએ.
મોહમ્મદ જણાવ્યું છે કે ઈદની નમાઝ માટે ભગવાં કપડાં પહેરે છે. તેમજ આ કપડા સમાજને સારી સિખ પૂરી પાડે છે. મોહમ્મદ નો જણાવ્યું છે કે ભગવાં કપડાં કોઈ વ્યક્તિ કે ધર્મ વિરુદ્ધ નથી પરંતુ તે અસામાજિક તત્વો વિરુદ્ધ છે જે આપણા દેશમાં ખરાબ કૃત્ય અને વિકાસમાં અડચણ ઊભી કરે છે તેમના માટે ભાજપ સારું કામ કરી રહી છે.