મસ્જિદોમાં થી લાઉડ સ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર રાજ ઠાકર એ પુણેમાં કાર્યક્રમ યોજાયો…

ગઈકાલે હનુમાનજીના જન્મદિવસના અવસર પર હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીની પૂજા કરવામાં આવી અને લાખોની સંખ્યામાં ભક્તો મંદિરોમાં હાજર રહ્યા હતા. એમાંથી ઘણા ભક્તોએ હનુમાન ચાલીસાનું ગાન પણ કર્યું હતું. એવી જ એક વાત છે, MNS ના ચીફ રાજ ઠાકરની. ઈદ સુધીના મસ્જિદોમાં થી લાઉડ સ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે પુણેમાં હનુમાન ચાલીસા વાંચી. પુણેના કુમકુમ ટેકર રોડ પર બનેલા હનુમાનજીના મંદિરની મંદિરની બહાર આયોજિત કાર્યક્રમમાં હજારો સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમના પહેલા શિવસેનાના સાંસદ સંજય રાવતે ફરી એકવાર રાજ ઠાકરને રોકીને કહ્યું કે જે લોકો હનુમાન ચાલીસાના પાઠ નું ગાન કરવાનો દાવો કરે છે તેઓ તેની પહેલી 2 ચોપાઈ પણ મન થી ગાઈ શકતા નથી, તેઓ ‘વંદે માતરમ’ પણ સરખી રીતે ગાઈ ન શકે.

શિવસેનાના સાંસદના સંજય રાઉતે વધુમાં કહ્યું કે, સાંપ્રદાયિક રમખાણની સ્થિતિ ઉભી કરવીએ ની ચૂંટણી જીતવી એક પેકેજ છે, પરંતુ આ દેશને ટુકડાઓમાં વહેંચી નાખશે. લાઉડ સ્પીકર ને મર્યાદિત અવાજ રાખી વગાડવાની મંજૂરી છે. લાઉડ સ્પીકરની રાજનીતિ સામાજિક અશાંતિ તરફ દોરી જાય છે. સંજય રાઉતે વધુમાં કહ્યું કે, બે મહાન હિન્દુત્વ નેતાઓ સ્વતંત્રવીર સાવકાર અને બાલાસાહેબ ઠાકર પણ આ મુદ્દા ઉઠાવ્યો ન હતો.

પુણેના આયોજન પહેલાં મુંબઈમાં યુવા સેનાના જીપ આદિત્ય ઠાકરે પોતાના દાદા પ્રમોધન ઠાકરે દ્વારા સ્થાપિત કરાયેલા મુંબઈના ગીરગાવ સિપી ટેન્ક મારુતિનંદન હનુમાનજી ના મંદિર માં પહોંચ્યા હતા. ત્યાં હજારો ભકતો સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, અને આદિત્ય ઠાકરે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અયોધ્યા જઈશ.

આ પહેલા સંજય રાઉતે દ્વારા રાજ ઠાકર ની તુલના AIMIN ના ચીફ અસદુદીન ઓવૈસી સાથે વાત કરવાથી નારાજ મનસેના કાર્યકર્તાઓએ ‘સમનાં’ અખબાર ઓફિસની બહાર રાજ ઠાકર ના ફોટા વાળું એક પોસ્ટર લગાવ્યું હતું. જેમાં સંજય રાઉતે ધમકી આપતા કહ્યું હતું કહેવાયું હતું કે, થોડા વર્ષ પહેલા મનસેનાના કાર્યકર્તાઓએ સંજય રાઉતેની કાર પલટાવી દીધી હતી. આ પોસ્ટમાં એટલું જ જણાવ્યું છે કે સંજય રાવતે તેનું લાઉડ સ્પીકર બન કરે નહિ તો મનસેના કાર્યકર્તાઓએ એમની રીતે બંધ કરાવશે.

 

CM ઉદ્રવ ઠાકરના ઘરની બહાર મોટી સંખ્યામાં શિવ સૈનિકો આવ્યા હતા. તેઓ શિવસેનાના સમર્થનના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. માનવામાં આવે છે કે સાંસદના નવનીત રાણાને માતૃશ્રી ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ધમકી આપી હતી અને મોટી સંખ્યામાં શિવસૈનિકો હાથમાં ભગવાન લઈને ત્યાં પહોંચ્યા હતા.

પુણેમાં મારુતિનંદન હનુમાનજી ના જન્મદિન નિમિત્તે રાજ ઠાકરે એક પોસ્ટર બહાર પાડ્યું હતું. જેમાં હનુમાનજીના ભક્તોને મહાઆરતીમાં લાભ લેવાનું કહેવાયું હતુ. પોસ્ટરમાં જો ધ્યાનથી જોવામાં આવે તો રાજ ઠાકરે ભગવા રંગની શાલ ઓઢેલા જોવા મળે છે. આ ફોટો બાલાસાહેબ જેવો લાગે છે.

Leave a Comment