ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફાઈનલ એક્ઝામમાં ગુજરાતમાં સુરતની રાધિકા બેરીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ્સ પરીક્ષાનું આજે હતું. જેમાં દેશભરમાં પહેલો ક્રમ મેળવનારી રાધિકા સુરતની છે.
આ વિશે ખુશી વ્યક્ત કરતા રાધિકાએ કહ્યું હતું કે, CA કરી રહેલા દરેક સ્ટુડન્ટે પોતાની પર આત્મ વિશ્વાસ રાખવો જોઈએ અને ખૂબ મહેનત સાથે આગળ વધવું જોઈએ. ગુજરાત ની દીકરી એ સૌથી વધુ 640 માર્ક મેળવી રેકોર્ડ બનાવ્યો છે.
રાધિકાએ સૌ પ્રથમવાર 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક લઈને ટોપ કર્યું છે. સુરતમાંથી પણ પ્રથમવાર સૌથી વધુ માર્ક મેળવવાની સિદ્ધિ પણ રાધિકાના નામે છે.
તો આ રીઝલ્ટ લગ્ન પ્રસંગ દરમિયાન આવ્યું હતું. જેથી બધા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને રાધિકા ને તરત જ અભિનંદન ના ફોન આવવા મંડયા હતા. તો iim માં અભ્યાસ કરવાનું રાધિકાનું સ્વપ્ન છે.