અંબાણી પરિવારના પ્રિય એવા ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલના જોડિયા બાળકો માટે ખાસ સ્વાગત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમગ્ર પરિવાર એકજૂટ જોવા મળ્યો હતો.
અંબાણી પરિવારની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.બીજી તરફ પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી.રાધિકાની આ તસવીરો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે.
આ દરમિયાન રાધિકા પણ ફોટોગ્રાફરને પોઝ આપતી જોવા મળી હતી.રાધિકા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મુકેશ અને નીતા અંબાણી બ્લુ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા.તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ સફેદ પેન્ટ સાથે પેસ્ટલ ટોન્ડ કુર્તા અને મેચિંગ જેકેટ પહેર્યું હતું, જ્યારે તેમની પત્ની શ્લોકા અંબાણી તેમના પુત્ર પૃથ્વી સાથે સરસવના પીળા પોશાકમાં જોવા મળ્યા હતા.
અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ લીલા રંગના લહેંગામાં સુંદર લાગી રહી હતી.રાધિકા અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં ખૂબ જ સુંદર લુકમાં જોવા મળે છે.
જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 11 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેમના નામ કૃષ્ણા અને આદિયા છે.અંબાણી પરિવાર દરેક ફંકશનમાં સાથે જોવા મળે છે.