રાજકોટ રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયા દ્વારા કરવામાં આવી તોડફોડ, સિવિલમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારયો નહિ, જાણો આ ધટના વિશે…

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વેચી, ખાલી કરાવવા મુદ્દે 5 ભૂમાફિયા ચાર દિવસ પહેલાં નશાની હાલતમાં રાત્રે આવી પહોંચ્યા હતા.

આ ભૂમાફિયાઓ દ્વારા સોસાયટીમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એમાં અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.

એમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગત રાત્રે ટૂંકી સારવાર સમયે એમને દમ તોડી દીધો હતો. આ બનાવ હત્યામાં પલટાયો છે.

આજે મોટી સંખ્યામાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં એમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હૈયાફાટ રુદનથી એક મહિલા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે હવે થાકી ગયા, પોલીસ બંગડીઓ પહેરી લો. સીપી સાહેબ ક્યાં ગયા, આવો અહીં અને જવાબદારો સામે કાર્યવાહી કરો.

આમાં નિર્દોષ હણાયા. સોસાયટીના રહીશો ન્યાયની માગ સાથે સિવિલ હોસ્પિટલમાં ધરણાં પર બેસી ગયા છે. તેઓ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બંગડીઓના ઘા કરી પોલીસને પહેરી લેવા જણાવી રહ્યા છે.

સિવિલમાં મહિલાઓના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે. એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અવિનાશભાઈએ કોઈ દિવસ માખી પણ મારી નથી, આ હુમલામાં નિર્દોષ વ્યક્તિ હણાયા છે.

ગત મંગળવારે રાતે 1 વાગ્યાની આસપાસ ભૂમાફિયાઓએ કરેલા પથ્થરમારામાં અવિનાશભાઇ ધુલેશિયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જોકે 48 કલાકની ટૂંકી સારવાર સમયે ગુરુવારે રાતે 11.30 વાગ્યા આસપાસ તેમનું મોત નીપજ્યું હતું, આથી હવે આ સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો છે.

ત્યારે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલમાં મહિલાનું હૈયાફાટ રુદન – 15 કરતાં વધુ અરજી કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. મૃતક અવિનાશભાઈ ધુલેશિયાના પુત્ર બ્રિજેશે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. રાજકોટ પોલીસ પર ભરોસો નથી. આ કેસથી વાકેફ ન હોય તેવા તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ. ચાર વર્ષમાં 15 કરતાં વધુ અરજીઓ કરવામાં આવી પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી.

મહિલાઓના આક્રંદથી સિવિલમાં માહોલ ગમગીન બન્યો – સ્થાનિક પ્રફૂલાબેન ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષથી એ હેરાન કરે છે, પહેલાં 35-35 જણા આવતા હતા. અરજી કરી છતાં યુનિવર્સિટી પોલીસે ક્યારેય ધ્યાન જ આપ્યું નથી.

5 કરોડ આપે તોય અમારે મકાન દેવું નથી. અમને અમારો ન્યાય જોઈએ, અવિનાશભાઈ એટલા સારા માણસ હતા કે, તેણે કોઈ દિવસ માખી પણ મારી નથી. આમ ન હોય, આમાં બહેન-દીકરીઓ બહાર ન નીકળી શકે. આ બધા ખોટા ધતિંગ જ છે, આ બધાને ખબર જ છે.

રાજકોટમાં એક નહીં, આઠ સોસાયટીમાં આવું છે. મંત્રીઓ પોતાના ઘરમાં બેઠા છે. તેમના ઘરમાં આવું થયું હોય તો? પોલીસ કમિશનર, મંત્રી પૈસા ખાય છે. મયૂરસિંહના જાડેજાનો ભાઈ કોરોનામાં ચાલ્યો ગયો, ભગવાન તેને પણ લઈ લે.

સિવિલમાં મોટી સંખ્યામાં પરિવારજનો પહોંચ્યાં – સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. રાધાકૃષ્ણ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં ધમાલ, હંગામો કર્યો હતો. એમણે સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવને પગલે ચાર જેટલા સ્થાનિકો ઇજા પામ્યા હતા, જેમાંથી અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસે આરોપીઓ સામે હત્યા ની કલમ ઉમેરી ગુનો નોંધીને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આરોપી હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ.

હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રવિ વાઢેર, હિરેન વાઢેર, પરેશ ચૌહાણ, વિજય રાઠોડનામના ચાર આરોપીની ધરપકડ કરી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

હાલ આરોપીઓ રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે ભરત સોશા ઉર્ફે ભૂરો, અમિત ભણાવડિયા, મયૂરસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધાયો છે.

Leave a Comment